Connect Gujarat
Featured

સુરત : કોસંબા પાસે કીમ નદીમાં કેમિકલ ઠાલવતાં બે ટેન્કર ઝડપાયાં, પર્યાવરણને દુષિત કરતાં તત્વો કોણ

સુરત : કોસંબા પાસે કીમ નદીમાં કેમિકલ ઠાલવતાં બે ટેન્કર ઝડપાયાં, પર્યાવરણને દુષિત કરતાં તત્વો કોણ
X

અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગપતિઓ પ્રદુષણને કાબુમાં લેવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહયાં છે પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગો જાહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરી પર્યાવરણની જાળવણી માટે લેવાઇ રહેલાં પગલાંઓ ઉપર પાણી ફેરવી રહયાં છે. આવી જ એક ઘટના કોસંબા નજીક સામે આવી છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યોએ કીમ નદીમાં કેમિકલ ઠાલવતાં બે ટેન્કરોને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા છે.

અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો પ્રદુષણ નિયંત્રણમાં આવે તે માટે અનેકવિધ પગલાં ભરી રહયાં છે પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગો હજી સુધરવાનું નામ લેતાં ન હોય તેમ લાગી રહયું છે. તંત્ર તથા જીપીસીબીની નજર ચુકવીને કેટલાક બેજવાબદાર ઉદ્યોગો તેમના કેમિકલયુકત કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે જાહેરમાં નિકાલ કરી દેતાં હોય છે. જાહેરમાં કચરાનો નિકાલ કરવાથી ભુર્ગભ જળ પ્રદુષિત થાય છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્યોએ કોસંબા પાસે આવેલી કીમ નદીમાં કેમિકલનો નિકાલ કરતાં બે ટેન્કરને ઝડપી પાડયાં છે.

આ બંને ટેન્કરો પૈકી એક ટેન્કર મધ્યપ્રદેશ અને બીજુ મહારાષ્ટ્રનું પાર્સિંગ ધરાવે છે. ટેન્કરના ડ્રાયવરોની પુછપરછ કરવામાં આવતાં તેમણે ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાંથી કેમિકલ ભરવામાં આવ્યું હતું તેમ જણાવ્યું છે. હાલ તો કોસંબા પોલીસે બંને ડ્રાયવરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે, આવી ઘટનાઓમાં પોલીસ સામાન્ય કલમો ઉમેરતી હોવાથી ઉદ્યોગકારોને છટકવાનો મોકો મળી જાય છે.

Next Story