Connect Gujarat
ગુજરાત

દીવ : નાગોવા બીચ પરથી સુરતના લેડી ડોન અને તેના સાથી મિત્રો ની ધરપકડ

દીવ : નાગોવા બીચ પરથી સુરતના લેડી ડોન અને તેના સાથી મિત્રો ની ધરપકડ
X

સુરતમાં લેડી ડોન અને ભૂરી તરીકે પ્રખ્યાત એવી અસ્મિતા અને તેમના સાથી મિત્ર પ્રકાશ ઉર્ફ રાહુલની દીવના નાગવા બીચ પર થી ગત રાત્રિના ધરપકડ કરવામાં આવી.

સંઘ પ્રદેશ દીવના નાગવા બીચ ખાતે સુરતના આરોપી યુવક અને યુવતીની ધરપકડ કરવામાં આવી. યુવતી સુરત ખાતે લેડી ડોન તરીકે અને યુવક પણ લૂંટના મામલા માં કૂખ્યાત છે. દીવ ખાતે ગત રાત્રીના નાગવા બીચ પર બબાલ અને ઝગડો થતાંનાગવા બીચ પર ફરજ બજાવતા પોલીસ દ્વારા ઝગડો શાંત પાડવા કોશિશ કરવામાં આવી હતી. પરંતુ ઝગડો શાંત ન થતાં તેઓને પોલીસ સ્ટેશન લઈ જવા માં આવ્યા હતા. જેમાં સામેલ યુવતી અસ્મિતા ગોહિલ રહે સુરત (૨૧ વર્ષ)ની પાસે થી એક ફૂટ લાંબુ ચાકુ (ઘાતક હથિયાર) નીકળતા દીવ પોલીસ દ્વારા શંકા જતા વધુ પૂછતાછ કરવામાં આવી હતી. તેમજ સુરત પોલીસને જાણકારી આપતા તેમના ગુનાઓ વિશે જાણ થઈ જેમાં યુવતી લેડી ડોન હોવાનું બહાર આવ્યું હતું. જે ઉના નજીકના ગામ ગાંગડા ની છે પરંતુ હાલ સુરતમાં વસી ગયેલ છે. અને આ યુવતીનું પૂરું નામ અસ્મિતા જીલુભા ગોહિલ છે. જે સુરત માં લેડી ડોન તરીકે કુખ્યાત છે અને લૂંટ તથા હત્યાના મામલા પણ તેણી પર નોધાયેલા છે. જ્યારે તેનો સાથી મિત્રનું નામ પ્રકાશ મનું બાંભણીયા ઉર્ફ રાહુલ છે જે પણ સુરતનો છે તેની ઉંમર ૨૧ વર્ષ છે. તેના પર પણ સુરત પોલીસમાં ગુનાઓ નોંધાયેલા છે અને તે ફરાર હતો. જેને દીવ પોલીસ દ્વારા પકડી પડાયો હતો. પ્રકાશ તેમના સબંધી માં કોઈ મરી ગયું હોય તેની અંતિમક્રિયા માં આવ્યો હતો.જયાંથી તે દીવ તેની મિત્ર અસ્મિતા લેડી ડોનને મળવા આવ્યો હતો. જ્યાં થી તેઓની દીવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અસ્મિતા સુરતમાં લેડી ડોન અને ભૂરીના નામે પણ ઓળખાય છે. અને તેના વીડિયો યૂટ્યુબ માં પણ જોવા મળે છે. તે ન્યૂઝ ચેનલોમાં પણ ઘણી ચર્ચિત થઈ ચૂકેલ છે. દીવ પોલીસ દ્વારા બંનેની ધરપકડ બાદ પૂછતાછ કર્યા બાદ દીવ કોર્ટ માં રજુ કરેલ જ્યાંથી બંને ને ૧૪ દિવસ અમરેલી જેલ ખાતે મોકલવા માં આવ્યા છે.

Next Story