Connect Gujarat
ગુજરાત

સુરતમાં રહેતી મૂળ જમ્મુ કાશ્મીરની એક યુવતીએ પોતાની કાશ્મીરની જમીન વેચવા કાઢી

સુરતમાં રહેતી મૂળ જમ્મુ કાશ્મીરની એક યુવતીએ પોતાની કાશ્મીરની જમીન વેચવા કાઢી
X

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાની સાથે જ દેશભરના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.સૌ કોઈ કાશ્મીરમાં જમીન લેવાના અને પ્રોપર્ટી ખરીદવાના સપના જોઈ રહ્યા છે.ત્યારે સુરતમાં રહેતી મૂળ જમ્મુ કાશ્મીરની એક યુવતીએ પોતાની કાશ્મીરની જમીન વેચવા કાઢી છે.

કશમીરી ના ફોટો પર નજર પડે એટલે જન્નત યાદ આવી જાય , કેમ કે ખૂબસૂરતી કુટી કુટી ને ભરી છે કશમીરમાં, ત્યારે હવે મોદી-શાહ ના માસ્ટર સ્ટ્રોક બાદ દેશ ભરમાં ખુશી જોવા મળી રહી છે , કલમ 370 રદ કરતાંની સાથેજ વિકાસ ની વાતો સામે આવતી થઈ ગઈ છે,સુરતમાં રહેતી મૂળ કાશ્મીરી યુવતી મૃદુલ શર્માને હાલ અડાજણ-પાલ રોડ પર રહે છે, મૃદુલ થોડા વર્ષો પહેલા જ લગ્ન કરીને સુરત સ્થાયી થઈ હતી.રાજસ્થાનમાં જર્નાલીઝમમાં અભ્યાસ કર્યા બાદ તેણે રોનક વર્મા સાથે લગ્ન કર્યા હતા.જોકે કાશ્મીરથી આવેલી મૃદુલે હવે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પોતાની ત્યાં રહેલી જમીન વેચવા કાઢી છે.

મૃદુલના માતાપિતા અને ભાઈ હજી પણ કાશ્મીરમાં રહે છે..અત્યાર સુધી કાયદાની મર્યાદા પ્રમાણે તેઓ ત્યાંથી જમીન બહારના કોઈપણ વ્યક્તિને વેચી શકતા ન હતા અને એ જમીન ઉપયોગ વગર એમ જ પડી રહી હતી.મૃદુલ વર્મા સુરતમાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને કાશ્મીરના ઉધમપુરમાં તેનો પરિવાર રહે છે.મૃદુલના દાદા દ્વારા કાશ્મીરમાં પહાડી વિસ્તારોમાં જમીન ખરીદી હતી.પણ કાયદા પ્રમાણે તેની ખાસ ઉપજ નહોતી. જોકે મોદી સરકારે કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યા બાદ સોશિયલ મીડિયામાં કાશ્મીરમાં જમીન ખરીદવાના હાસ્યાત્મ મેસેજ ફરતા થયા હતા.જોકે મૃદુલે આ વાતને ગંભીરતાથી લીધી હતી અને કાશ્મીરમાં રહેતા તેના માતાપિતા સાથે વાત કરી હતી.

મૃદુલ કાશ્મીરના ઉધમપુરના પંચેરીમાં જમીન ધરાવે છે.જમ્મુ કાશ્મીરમાં જમીનની માપણી મરલ્લામાં થાય છે.1 મરલ્લા એટલે 270 સ્કેવર ફૂટ અને 1 મરલ્લાની કિંમત અંદાજે 4 થી 5 લાખ થાય છે..પણ હવે આ કિંમતમાં ઉછાળો આવ્યો છે.તેમની પાસે કુલ 100 મરલ્લા જેટલી જમીન છે.પંચેરી એક હિલ સ્ટેશન વિસ્તાર છે.અહીં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ખૂબ બરફ વર્ષા થાય છે અને બાકીના 10 મહિના અહીં આહલાદક વાતાવરણ રહે છે. આ જમીન ઉપજાઉં છે. તે જમ્મુથી 90 કિમિ દૂર અને ઉધમપુરથી 40 કિમિ દૂર છે.આ વિસ્તારની વિશેષતા એ છે કે અહીં આર્મીનો બેઝકેમ્પ આવેલો છે.તેથી અહીં સુરક્ષા પણ સારી છે.પંચેરીના પહાડી વિસ્તારમાં બદામ અને ચેરી પણ મોટા પ્રમાણમાં મળી આવે છે.

કાશ્મીર એ પૃથ્વીનું સ્વર્ગ મનાય છે.તેવામાં લોકો ચંદ્ર પર જમીન ખરીદીને રહેવા તો જઈ નથી શકતા.પણ કલમ 370 નાબૂદ થયા બાદ લોકોનું સ્વર્ગમાં જમીન ખરીદવાનું અને શાંતિથી રહેવાનું સપનું જરૂરથી આવનારા દિવસોમાં સાકાર થશે.

Next Story