Connect Gujarat
Featured

સુરત : સ્વ. સાંસદ મોહન ડેલકરનું રહસ્મય મોત, મહારાષ્ટ્ર સરકારે SITની રચના કરી

સુરત : સ્વ. સાંસદ મોહન ડેલકરનું રહસ્મય મોત, મહારાષ્ટ્ર સરકારે SITની રચના કરી
X

સૌથી મોટા સમાચાર મોહન ડેલકરના આત્મહત્યા કેસમાં આવી રહયાં છે. મોહન ડેલકરના આપઘાત કેસમાં મહારાષ્ટ્ર સરકારે સ્પેશિયલ ઇન્સવેસ્ટીગેશન ટીમ ( SIT)ની રચના કરી છે. બીજી તરફ સુરતમાં ગુજરાત આદિવાસી સમાજે મોહન ડેલકરના કેસમાં યોગ્ય તપાસની માંગ કરી છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મુંબઈના મરીન ડ્રાઈવની એક હોટેલમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મોહન ડેલકરના મોત માટે જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. મોહન ડેલકર સમગ્ર આદિવાસી વિસ્તારના સૌથી મોટા નેતા હતાં. મોહન ડેલકર પાસેથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી ઉપેક્ષાથી કંટાળી આપઘાત કર્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. દાદરા અને નગરહવેલીના વહીવટદાર અને ભાજપના નેતા પ્રફુલ્લ પટેલ સામે આંગળી ચિંધાઇ હતી. હવે આ કેસમાં મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે અને સમગ્ર મામલાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમનું ગઠન કર્યું છે. બીજી તરફ મોહન ડેલકરના રહસ્યમય મોત બાદ આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોએ સુરતમાં તંત્રવાહકોને આવેદનપત્ર આપી મોહન ડેલકરના મોતની ઘટનાની તપાસ સીબીઆઇને સોંપવાની માંગ કરી છે. જો તેમના મોતની તટસ્થ તપાસ નહિ થાય તો આદિવાસી સમાજે આંદોલનની ચીમકી આપી છે.

Next Story