Connect Gujarat
Featured

“લોકલ ટ્રાન્સમિશન” : સુરતમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા, 3072 લોકોને ક્વોરન્ટીનમાં રહેવા સૂચન

“લોકલ ટ્રાન્સમિશન” : સુરતમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા, 3072 લોકોને ક્વોરન્ટીનમાં રહેવા સૂચન
X

સુરત જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે, ત્યારે બમરોલીના યુવકને શરદી, ખાંસી અને તાવની અસર હોવાથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સુરત જીલ્લામાં છેલ્લા બે દિવસમાં 23 જેટલા કોરોનાના શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાંથી 21 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, ત્યારે બમરોલીમાં રહેતો 22 વર્ષીય યુવક પાંડેસરાના ડી-માર્ટમાં કામ કરે છે. જેને શરદી, ખાંસી અને તાવની અસર જણાતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત સચિન વિસ્તારની 36 વર્ષીય મહિલામાં પણ શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જ્યાં તેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારે કોરોના પોઝિટિવના સામે આવેલ બન્ને દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી અને તેમને કોનો ચેપ લાગ્યો તેની પણ જાણ નથી. જેમાં બન્ને કેસ લોકલ ટ્રાન્સમિશન હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે, ત્યારે એક વીકમાં ડિ-માર્ટમાં આવેલા 1493 ગ્રાહકો મળી 3072 લોકોને વહીવટી તંત્ર દ્વારા SMS મારફતે ક્વોરન્ટીનમાં રહેવા કરાઇ કડક સૂચના આપવામાં આવી છે. હાલ યુવકના માતા પિતા તેમજ ડી-માર્ટના 3 કર્મચારીઓ સહિત 5 લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

Next Story