Connect Gujarat
Featured

સુરત : લોકડાઉનની સ્થિતિ વચ્ચે થઈ હત્યા, પોલીસ તંત્ર દોડતું થયું

સુરત : લોકડાઉનની સ્થિતિ વચ્ચે થઈ હત્યા, પોલીસ તંત્ર દોડતું થયું
X

સુરતના ઉધના વિસ્તારમાં હત્યા કરાયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા એક જાહેર શૌચાલયના કમ્પાઉન્ડમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. એક તરફ સમગ્ર રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ હત્યાના બનાવથી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

સમગ્ર ઘટનામાં લોહીના ખાબોચિયામાં પડેલા મૃતદેહ નજીકથી પોલીસને એક રેમ્બો છરો પણ મળી આવ્યો હતો. જેમાં તપાસ બાદ ઉધનાના પટેલનગરમાં રહેતા 24 વર્ષીય બાબુ પવાર નામના યુવકનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. જોકે, તેની હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, ત્યારે હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Next Story