Connect Gujarat
Featured

સુરત : લોકડાઉનની સ્થિતિમાં લોકો નીકળ્યા બહાર, અઠવાલાઇન્સમાં ટ્રાફિકજામ

સુરત : લોકડાઉનની સ્થિતિમાં લોકો નીકળ્યા બહાર, અઠવાલાઇન્સમાં ટ્રાફિકજામ
X

સુરતમાં કોરોના વાયરસના કારણે વૃધ્ધના મોત બાદ તકેદારીના પગલાં લેવાય રહયાં છે. લોકડાઉન વચ્ચે સુરતીઓ ઘરની બહાર નીકળી રહયાં હોવાથી પોલીસને તેમને ઘરે પરત જવા વિનંતી કરવી પડી રહી છે. રવિવારે જનતા કરફયુ બાદ અઠવાલાઇન્સમાં ટ્રાફિકજામ થઇ ગયો હતો.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 29 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં સુરતના પાંચ કેસનો પણ સમાવેશ થાય છે. રાજયમાં કોરોના વાયરસના કારણે પ્રથમ મોત પણ સુરતમાં થયું છે. પરિસ્થિતિની ગંભીરતા પારખીને તાપી નદી પર આવેલાં તમામ બ્રિજને વાહન વ્યવહાર માટે 25મી માર્ચ સુધી બંધ કરી દેવાયાં છે. લોકડાઉન હોવા છતાં લોકો તેમના ઘરોની બહાર નીકળી પડતાં તાપી નદી પર આવેલાં બ્રિજો પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.

અઠવાલાઇન્સ વિસ્તારમાં ટ્રાફિકજામ થઇ જતાં વાહનચાલકો અટવાયાં હતાં. બીજી તરફ સુરત પોલીસની ટીમોએ રસ્તા પર આવી લોકોને તેમના ઘરોમાં પરત જતાં રહેવા માટે વિનંતી કરવી પડી હતી. સોમવારના રોજ પણ શહેરમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ સિવાયની દુકાનો, કારખાનાઓ, કચેરીઓ અને વ્યવસાયના સ્થળો બંધ રહયાં હતાં. વહીવટીતંત્રએ લોકોને પોતાના ઘરોમાં જ રહેવા માટે અપીલ કરી છે.

Next Story