Connect Gujarat
Featured

સુરત : જુઓ રમેશભાઇ કાયમ માટે સંબંધ બગડશે, ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બોલાચાલી

સુરત : જુઓ રમેશભાઇ કાયમ માટે સંબંધ બગડશે, ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બોલાચાલી
X

રાજકારણમાં દુશ્મનાવટ થતાં આપણે અનેક વખત જોઇ છે ત્યારે સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 19માં આવેલી જીવન જયોત સોસાયટીમાં ભાજપની મહિલા કાર્યકર્તા અને આપના કાર્યકરો વચ્ચે ટેબલ ઉઠાવી લેવા બાબતે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીનો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે....

સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. આ વખતે યોજાઇ રહેલી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ પુરી તાકાત સાથે ઝંપલાવ્યું છે. સુરત મનપાના વોર્ડ નંબર 19માં આવેલી જીવન જયોત સોસાયટી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ટેબલ મુકયું હતું. આ બાબત આ સોસાયટીમાં રહેતાં અને ભાજપના મહિલા કાર્યકરના ધ્યાન પર આવતાં તેઓ સ્થળ પર પહોંચ્યાં હતાં અને આપના કાર્યકરોને ટેબલ ઉઠાવી લેવા કહયું હતું. આ સમયે સોસાયટીના એક રહીશ ત્યાં ઉભા હતાં તેમને મહિલા કાર્યકરે રમેશભાઇ કાયમ માટે સંબંધ બગડી જશે તેમ કહેતા વિડીયોમાં સંભળાય રહયાં છે. મહિલા કાર્યકરની વાતચીત પરથી રાજકારણ પાડોશી- પાડોશીઓ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરી રહયું હોય તેમ લાગી રહયું છે...

Next Story