Connect Gujarat
Featured

સુરત : લોકજાગૃતિ માટે ગીત બનાવનાર ગીતકાર વિજ્ઞાન પવારનું કોરોનાથી નિધન, ચાહકોમાં ઘેરા શોકની લાગણી

સુરત : લોકજાગૃતિ માટે ગીત બનાવનાર ગીતકાર વિજ્ઞાન પવારનું કોરોનાથી નિધન, ચાહકોમાં ઘેરા શોકની લાગણી
X

સુરત શહેરમાં લોકોને કોરોના સામે લડવા અંગે લોકજાગૃતિ માટે ગીત બનાવનાર ગીતકાર વિજ્ઞાન પવાર કોરોના સામે 40 દિવસની લડતમાં હારી ગયા હતા, ત્યારે તેઓના દુઃખદ નિધનથી તેમના ચાહકોમાં ઘેરા શોકની લાગણી વર્તાઇ રહી છે.

મૂળ મધ્યપ્રદેશના વતની અને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા વિજ્ઞાન પવાર મધ્યપ્રદેશમાં BAનો અભ્યાસ પૂર્ણ કરી પત્રકારિતાની સાથે એક સારા લેખક અને ગીતકાર પણ હતા. ઉપરાંત તેઓ સમાજમાં મધ્યમ વર્ગના લોકોને હંમેશા મદદરૂપ થતા હતા. મહિલાઓ પર થતા અન્યાય અને અત્યાચાર, બેટી બચાવો સહિત નશામુક્તિ વિષય ઉપર અનેક લેખ લખી ગીતોના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.

જોકે વિજ્ઞાન પવાર 65 વર્ષની ઉંમરે લોકોના અને દેશ હિતના કામો માટે હંમેશા આગળ આવી યુવાઓ માટે પ્રેરણાદાયક રહેતા હતા. કોરોનાના કપરા કાળે વિજ્ઞાન પવારને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. વિજ્ઞાન પવારને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં 40 દિવસથી ચાલી રહેલી લાંબી સારવાર બાદ તેઓનું દુઃખદ નિધન થયું હતું. જોકે દુઃખદ નિધનથી તેમના ચાહકો ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યા છે. જેમાં સોશિયલ મીડિયા પર લોકોએ વિજ્ઞાન પવારની ફોટો શેર કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Next Story