સુરત : માન દરવાજા વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ થઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે કારણ..!

0

સુરત શહેરમાં કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ જમીન પચાવી પાડવા બદલ માન દરવાજા વિસ્તારના સ્થાનિકો દ્વારા પોલીસ કમિશ્નર કચેરીએ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે સ્થાનિકો દ્વારા ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હોવાનો કોર્પોરેટરે દાવો કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળા વિરુદ્ધ જમીન પચાવી પાડવા બદલ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં શહેરના માન દરવાજા ખાતે કોર્પોરેટર અસલમ સાયકલવાળા લોકોને ધાકધમકી આપી જમીન અને પ્લોટ પચાવવા માંગે છે, તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત સાથે કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી હતી.

સમગ્ર મામલે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મારી વિરુદ્ધ ફરિયાદ કરનાર લોકોનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે. જોકે આ કેસ કોર્ટમાં ચાલે છે, ત્યારે મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવી છે. ઉપરાંત આગામી સમયમાં પાલિકાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે લોકો રાજકીય હાથો બની રહ્યા હોવાનું પણ કોર્પોરેટરે જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here