Connect Gujarat
Featured

સુરત: મહાત્માગાંધીના હનુમાન ગણાતા મહાદેવ દેસાઇને સરકાર વિસરી, જુઓ કેવી હાલતમાં છે તેમનું નિવાસ સ્થાન?

સુરત: મહાત્માગાંધીના હનુમાન ગણાતા મહાદેવ દેસાઇને સરકાર વિસરી, જુઓ કેવી હાલતમાં છે તેમનું નિવાસ સ્થાન?
X

મહાત્મા ગાંધીના હનુમાન ગણાતા મહાદેવ દેસાઇના બલિદાને સરકાર ભૂલી ગઈ હોવાનું લાગી રહ્યું છે. ઓલપાડ તાલુકાના દિહેણ ગામ ખાતે મહાદેવ દેસાઈનું નિવાસ સ્થાન આવેલું છે જે જર્જરિત અવસ્થામાં છે તો પ્રાથમિક શાળામાં મુકવામાં આવેલી પ્રતિમા પણ ધૂળ ખાય રહી છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું દિહેણ ગામ , આ ઘરમાં સ્વંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્વાદી, ચરિત્ર લેખક, ડાયરી લેખક અને દેશના રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજીના અંગત મદદનિશ મહાદેવ દેસાઈનો જન્મ તારીખ 1 જાન્યુઆરી 1892ના રોજ થયો હતો. તેઓએ જીવનનો ઘણો સમય દિહેણ ગામમાં વિતાવ્યો હતો. મહાદેવ દેસાઈ એક મહાન વકીલ,પત્રકાર અને સાહિત્યકાર બની શક્યા હોત પણ તેઓ ગાંધીજીથી પ્રભાવિત થઈ પોતાનું જીવન ગાંધીજી સાથે દેશ સેવામાં સમર્પિત કરી દીધું અને તેઓ ગાંધીજી સાથે જોડાઈ બની ગયા ગાંધીજીમાં અંગત સચિવ. લોકો ગાંધીજીને રામ તો મહાદેવ દેસાઈને હનુમાન કહીને બોલાવતા હતા.

ભારત છોડો આંદોલન દરમિયાન અગાખાન પેલેસમાં 50 વર્ષની વયે મહાદેવ દેસાઈને હ્રદય રોગનો હુમલો આવતા ગાંધીજીના ખોળામાં જ અવસાન થયું હતું. પણ મહાદેવ દેસાઈના અવસાન બાદ સરકારે એમના નિવાસ સ્થાનની કોઈ જ કાળજી નથી લીધી. કે આજદિન સુધી કોઈ સાંસદ,ધારાસભ્ય કે સરકારી માણસ જન્મસ્થળ પર ફરકયા નથી આજે તેમનું નિવાસસ્થાન જર્જરિત હાલતમાં થઈ ગયું છે. દીવાલોમાં તિરાડો પડી ગઈ છે ઘરના દ્રશ્યો જોતા એવું લાગે કે સરકાર મહાદેવ દેસાઈને ભૂલી ગઈ છે. હાલ તેમના ઘરમાં તેમના ભાણેજ રેખા બહેન રહી રહ્યા છે તેઓ જણાવે છે કે સરકાર સ્મારક બનાવે જેથી આવનારી નવી પેઢી મહાદેવ દેસાઇ ને યાદ રાખે.

રાજ્યમાં આજે અન્ય સ્વંત્રતા સેનાનીઓના સ્મારકો પાછળ લાખો,કરોડો રૂપિયા વપરાય છે અને સરકાર મોટા મોટા મ્યુઝિયમ, પ્રતિમાઓ મૂકે છે પણ સરકાર મહાદેવ દેસાઈની અવગણના કરતી હોય તેવું લાગે છે. દિહેણ ગામની પ્રાથમિક શાળામાં ફક્ત એક નાની એવી પ્રતિમા જ છે એ પ્રતિમા પણ આજે ધૂળ ખાય રહી છે ગામ લોકોનો આક્ષેપ છે મહાદેવ ભાઈને સરકાર ભૂલી ગઈ છે અને તેમના બલિદાનને આવનારી પેઢી યાદ રાખે એવું સરકારે કઈક કરવું જોઈએ.

તાજેતરમાં જ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે દેશભરમાં બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં કાર્યક્રમો યોજાયા હતા જો કે આ દિવસે પણ ગાંધીજીના અંગત સચિવના નીવાસ સ્થાનની મુલાકાત લેવાનો તંત્ર કે નેતાઓને સમય મળ્યો ન હતો ત્યારે મહાદેવ દેસાઇના નિવાસ સ્થાન એવા ઐતિહાસિક વારસાનું જતન થાય એ જરૂરી છે.

Next Story