Connect Gujarat
Featured

સુરત : મનપાની ચૂંટણી અગાઉ તમામ ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ, અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા

સુરત : મનપાની ચૂંટણી અગાઉ તમામ ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ, અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા
X

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીના ઉમેદવારો અંગે એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક ઓફ રીફોર્મ્સ અને ગુજરાત ઇલેક્શન વોચ દ્વારા 584 પૈકી 552 જેટલા ઉમેદવારોની એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવતા વિશ્લેષણમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હોવાનો તેમજ ઉમેદવારો દ્વારા જે એફિડેવિટ મુકવામાં આવી છે, તેની ચોક્સાઈપૂર્વક ખરાઈ કરવામાં આવી નથી તેવો પણ આરોપ મુકવામાં આવ્યો છે.

સુરત ખાતે એસોસિયેશન ઓફ ડેમોક્રેટીક ઓફ રીફોર્મ અને અને ગુજરાત ઇલેકશન દ્વારા બહાર પાડવામાં આવેલ ઉમેદવારોની એફિડેવિટ વિશ્લેષણમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. જે મુજબ સંપત્તિ અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ અને શૈક્ષણિક લાયકાત અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિશ્લેષણમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. 452 ઉમેદવારોનું વિશ્લેષણ કરાતા તેમાં 43 ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તો ભાજપના 13 ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, જ્યારે ભાજપના 6 ઉમેદવારો ગંભીર ગુનામાં સામેલ પણ છે. આ સિવાય સામાન્ય ગુનામાં 7 ઉમેદવારો સામેલ છે. તો સાથે જ કોંગ્રેસમાં 20 ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને કોંગ્રેસમાં ગંભીર ગુનામાં સામેલ 7 જેટલા ઉમેદવારો છે. આ સિવાય સામાન્ય ગુનામાં 18 ઉમેદવારો સામેલ છે.

આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારો પણ ક્રિમિનલ બેકગ્રાઓઉન્ડ ધરાવે છે. આર્થિક બાબતો અંગે સ્પષ્ટતામાં સામે આવ્યું છે કે, 452 માંથી 81 ઉમેદવારો કરોડપતિ છે. ભાજપના 13 ઉમેદવારો અને કોંગ્રેસના 12 ઉમેદવારો અને આપના 2 ઉમેદવારો કરોડપતિ હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. શૈક્ષણિક લાયકાત અંગે પણ સ્પષ્ટતા જાણવા મળ્યું છે કે, 452માંથી 302 ઉમેદવારો 12થી ઓછું ભણેલા છે. જ્યારે 103 ઉમેદવારો સ્નાતક અને તેથી વધુ ભણેલા હોવાની વિગતો બહાર આવી છે. તો સાથે જ 5 ઉમેદવારો અશિક્ષિત છે, જ્યારે 8 ઉમેદવારોએ ડિપ્લોમા કર્યું છે. 19 ઉમેદવારોએ શાક્ષર હોવાનું એફિડેવિટમાં જણાવ્યું છે અને 15 ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત જ નથી બતાવી. મનપાની ચૂંટણીમાં પ્રથમ વખત આ વિશ્લેષણ કરાયું છે, ત્યારે વિધાનસભા અને લોકસભામાં ADR દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે.

Next Story