Connect Gujarat
Featured

સુરત : મનપાની ચૂંટણી માટે મતદાન પૂર્વે તંત્ર સજ્જ, નિયત કરેલા અધિકારીઓને EVM મશીનની કરાઇ ફાળવણી

સુરત : મનપાની ચૂંટણી માટે મતદાન પૂર્વે તંત્ર સજ્જ, નિયત કરેલા અધિકારીઓને EVM મશીનની કરાઇ ફાળવણી
X

આવતીકાલે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક માટે નિયત કરેલા અધિકારીઓને EVM મશીનની ફાળવણી કરવામાં આવી હતી.

સુરતમાં આવતી કાલે શહેરના 32.88.352 મતદાતાઓ 487 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, ત્યારે આવતી કાલે સવારે 7થી સાંજે 5 કલાક સુધી મતદારો મતદાન કરી શકશે. જોકે તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીને આખરી ઓક આપી દેવાયો છે. સુરત શહેરમાં મતદાન માટે 967 બિલ્ડીંગ અને 3185 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત શહેરના તમામ 30 વોર્ડના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દરેક મતદાન મથક દીઠ સરેરાશ 1032 મતદારો છે, ત્યારે 30 વોર્ડમાં 15 આર.ઓ. ફરજ બજાવશે ઈ.વી.એમ. અને ચૂંટણીલક્ષી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને તાલીમ પૂર્ણ કરી ફરજ સોંપી દેવાતા તમામ કર્મચારીઓ ફરજના સ્થળે જવા રવાના થયા છે.

Next Story