Connect Gujarat
Featured

સુરત : મનપાના 484 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં કેદ

સુરત : મનપાના 484 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં કેદ
X

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં તમામ 484 ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીનમાં સીલ થઈ ગયા છે. આવતીકાલે મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. સુરતની એસવીએનઆઇટી અને ગાંધી કોલેજ ખાતે ઉભા કરવામાં આવેલાં સ્ટ્રોંગરૂમ ખાતે ઇવીએમને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યાં છે.

સુરતના પીપલોદ અને મજુરાગેટ સ્થિત એન્જીનીયરીંગ કોલેજના મુખ્ય બે મથકો પરથી આવતીકાલે મંગળવારના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સૌ કોઈની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામો પર મંડાયેલી છે. સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે મતદાન પુર્ણ થઇ ચુકયું છે. એસવીએનઆઇટી ખાતે 16 વોર્ડની અને ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ખાતે 14 વોર્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે.

હાલ બંને કોલેજ ખાતે ઉભા કરાયેલાં સ્ટ્રોંગરૂમમાં ઇવીએમને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે રાખવામાં આવ્યાં છે. મંગળવારે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવશે. બપોર સુધીમાં પરિણામો સામે આવી જવાની સંભાવના છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જોરદાર ટકકર આપી રહયાં છે. સુરત મહાનગરપાલિકાના પરિણામો પણ સૌની નજર મંડરાઇ છે બીજી તરફ મત ગણતરી આડે ગણતરીના કલાકો બાકી હોવાથી ઉમેદવારોના દીલની ધડકન પણ તેજ બની ગઇ છે.

Next Story