Connect Gujarat
ગુજરાત

સુરત : માલધારી સમાજ દ્વારા યોજાઇ રેલી, લોક રક્ષક દળની ભરતીમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ

સુરત : માલધારી સમાજ દ્વારા યોજાઇ રેલી, લોક રક્ષક દળની ભરતીમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ
X

રાજ્યમાં

લોક રક્ષક દળની ભરતીમાં અન્યાય થયાના આક્ષેપ સાથે સુરત જિલ્લા માલધારી સમાજના આગેવાનોએ અન્યાય મુદ્દે રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

સુરત લોક રક્ષક દળની પરીક્ષામાં માલધારી સમાજના યુવાનો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજના લોકોએ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી સુરત જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી. લોકરક્ષક દળની પરીક્ષામાં અનુસુચિત જનજાતિ કેટેગરીમાં સૌરાષ્ટ્રના રબારી, ભરવાડ અને ચારણ સમાજને અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

દેસમાં વસતા માલધારીઓનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરીને વિગત દર્શક કાર્ડ આપવામાં આવ્યા છે. આથી રબારી, ચારણ અને ભરવાડ જાતિના મેરીટમાં આવતા ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે આ સમગ્ર બાબતે તપાસ કરીને મેરીટ પાત્રતા ધરાવતા ઉમેદવારોને પસંદગી યાદીમાં સમાવેશ કરવાની માંગ સાથે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story