Connect Gujarat
Featured

સુરત : શહેરમાં મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ રાબેતા મુજબ થયાં

સુરત : શહેરમાં મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ રાબેતા મુજબ થયાં
X

સુરતમાં કોરોના કહેર વચ્ચે શનિ-રવિ બંદ રાખવામાં આવેલ મોલ્સ,શોપિંગ કોમ્પ્લેક્ષ 2 મહિના બાદ છૂટ આપવામાં આવતા આજથી મોલ્સ, શોપિંગ કોમ્પલેક્ષ, ખાણી-પીણીના સ્ટોલ્સ શરૂ થઈ ગયા છે

સુરતમાં કોરોના સંક્રમણ વધતા શહેરના અઠવા અને રાંદેર ઝોનમાં આવેલ મોલ્સ, શોપિંગ કોમ્પલેક્ષ, ખાણી-પીણીના સ્ટોલ્સને શનિવાર અને રવિવાર માટે બંધ કરાયા હતા. જોકે, હવે 2 મહિના બાદ વિશેષ છૂટછાટો આપવામાં આવી છે ત્યારે શહેરના મોલ્સ માર્કેટ રાબેતા મુજબ થયાં છે. આજથી શનિ-રવિ સાંજે 5 વાગ્યા સુધી શોપિંગ મોલ, કોમ્પ્લેક્ષને છૂટ આપવામાં આવતા લોકો ખરીદી માટે આવી પહોંચ્યા હતા. ખાસ કરીને રવિવારના રોજ આપવામાં આવેલ છૂટને લઈ મોલ માલિકો સહિત દુકાનદારો અને ગ્રાહકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

સુરત શહેર જિલ્લામાં કોરોનાના 30688 કેસ પૈકી અઠવામાં 4522 અને રાંદેરમાં 3668 કેસ નોંધાયેલા છે. જેના પગલે પાલિકા દ્વારા શનિ-રવિ મોલ્સ, શોપિંગ કોમ્પલેક્ષ, ખાણી-પીણીના સ્ટોલ્સ શનિ-રવિ બંધ કરાયા હતા. જોકે, હવે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતા શહેરમાં રોનક જોવા મળી રહી છે.

Next Story