Connect Gujarat
Featured

સુરત : માંડવીના જંગલમાં 24 કલાક ખડેપગે ફરજ બજાવતી 7 જાંબાઝ શેરનીઓ, આપ પણ જુઓ કેવી રીતે કરે છે જંગલની રક્ષા..!

સુરત : માંડવીના જંગલમાં 24 કલાક ખડેપગે ફરજ બજાવતી 7 જાંબાઝ શેરનીઓ, આપ પણ જુઓ કેવી રીતે કરે છે જંગલની રક્ષા..!
X

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 2500 હેક્ટર જંગલ જમીનની રક્ષણ કરતી 7 જાંબાઝ શેરનીઓ 24 કલાક ખડેપગે ફરજ બજાવે છે. જંગલ વિસ્તારમાં આવતા દીપડા, ઝેરી સાપ, વન સરક્ષણ કે, પછી લાકડા ચોરને પકડવા હરહમેશ તૈયાર રહેતી વનકર્મીઓ ખડેપગે જંગલનું રક્ષણ કરી રહી છે.

સુરત જીલ્લના છેવાડે આવેલા માંડવી અને ઉમરપાડા તાલુકાઓ જંગલમાં વસેલા તાલુકાઓ છે. આજે પણ આ વિસ્તારમાં હજારો હેક્ટર જંગલ અસ્તિત્વમાં છે. જંગલમાં વન્યજીવ તેમજ કીમતી ઈમારતી લાકડાઓની ભરમાર છે. જેટલું કીમતી જંગલ છે એટલા જ સક્રિય લાકડા ચોર તેમજ વન્યજીવોના શિકારીઓ પણ છે, ત્યારે આ જંગલનું રક્ષણ કરી રહી છે 7 જેટલી જાંબાઝ મહિલા વનકર્મી.

આમ તો માંડવીનું જંગલ 15000થી વધુ હેક્ટરમાં ફેલાયેલું છે. પરંતુ માંડવી રેંજ વન વિભાગના ખોડંબા રાઉન્ડ ફોરેસ્ટમાં 2500 હેક્ટર જંગલ છે. આ જંગલના રક્ષણ માટે ખોડંબા રાઉન્ડ ફોરેસ્ટ દ્વારા 1 અને 2 વિભાગ પાડવામાં આવ્યા છે, ત્યારે બન્ને રાઉન્ડમાં 7 જેટલી મહિલા વનકર્મી ખડેપગે જંગલનું રક્ષણ કરી રહી છે. આ તમામ મહિલા વનકર્મીઓ વન વિભાગને લગતી તમામ બાબતોમાં નિપૂર્ણ છે. પછી એ દીપડા પકડવા, સાપ પકડવા, જંગલની કીમતી સંપતીની સાચવણી કે, પછી રાત્રી પેટ્રોલિંગની વાત હોય, ત્યારે આ મહિલા વનકર્મીઓ 24 કલાક ખડેપગે જંગલની સુરક્ષામાં તૈનાત રહે છે.

જોકે, પ્રીતિ ચોધરીની સાથે ઉષા ચૌધરી, નીલમ ચૌધરી, નેહા ચૌધરી, ભારતી વસાવા, હીના રબારી અને મૂળ બિહારની અને વર્ષોથી જેમનું પરિવાર સુરતમાં સ્થાયી છે તે પરિવારની પુજા સિંહના માથે આ ખોડંબાના જંગલનું રક્ષણ કરવાની જવાબદારી છે. મહિલા વનકર્મીઓ એકલા હાથે તમામ જવાબદારીને બખૂબી નિભાવી રહી છે. માંડવી તાલુકાના મધરકુઈ ગામે જયારે માનવભક્ષી દીપડાએ બાળકીને મોતને ઘાટ ઉતર હતી અને ત્યારબાદ પાંજરામાં જયારે દીપડો પકડાયો હતો, ત્યારે દીપડાને મારી નાખવા માટે ગ્રામજનોએ જે ઉત્પાત મચાવ્યો હતો, ત્યારે દીપડાને ગ્રામજનોના ચુંગલમાંથી છોડાવી સલામત રીતે ગામ બહાર લઇ જવામાં આ જ મહિલા વનકર્મીઓની ભૂમિકા મહત્વની રહી હતી.

વન વિભાગની નોકરી ખૂબ જ પડકારરૂપ હોય છે. અને તે પણ ત્યારે કે, જ્યારે વનકર્મી મહિલાઓ ફરજ પર રહેતી હોય છે. ખાસ કરીને જ્યારે રાત્રી પેટ્રોલિંગ કરવાનું હોય. કારણે કે, ખોડંબાના જંગલમાં સાગ અને સીસમ સહિતના કીમતી ઈમારતી લાકડાઓની ભરમાર છે. જેથી આ જંગલમાં લાકડા ચોરો પણ એટલા જ સક્રિય છે. મોટા ભાગે આ લાકડાની ચોરી રાત્રી દરમ્યાન થતી હોઈ છે, ત્યારે જ્યારે પણ આવી માહિતી મળે, ત્યારે આ મહિલા વનકર્મીઓ એક સાથે ટીમ બનાવી લાકડા ચોરોને પકડવા પહોચી જાય છે. અને તેઓને અનેક વાર સફળતા પણ મળી છે.

આ તમામ મહિલા વનકર્મીઓ વન વિભાગને લગતા તમામ કામોમાં નિપૂર્ણ હોય છે. જેમાં વરસાદ પહેલા વૃક્ષોનું પ્લાન્ટેશન, દીપડાના પંજાની ઓળખ, વન્ય જીવોની એક્ટીવીટી માટે કેમેરા ગોઠવવા, દીપડાઓ માટે પાંજરા મુકવા, વૃક્ષોની ઓળખ તેમજ જંગલ વિસ્તારોમાં આવેલા ગામોમાંથી ઝેરી-બિનઝેરી સાપોને રેસ્ક્યુ કરી સલામત રીતે મુક્ત કરવા અને વન્યજીવો વિષે ગામડાઓમાં જઈને માહિતી તેમજ જનજાગૃતિના કાર્યક્રમો કરવા માટે આ સાતેય મહિલા વનકર્મીઓ ખૂબ જ સક્રિય રહે છે.

Next Story