Connect Gujarat
ગુજરાત

સુરત : માંડવી સુગરના તત્કાલીન પ્રમુખ, ઉપ-પ્રમુખ અને એમ.ડી.ને ચાર વર્ષની કેદ

સુરત : માંડવી સુગરના તત્કાલીન પ્રમુખ, ઉપ-પ્રમુખ અને એમ.ડી.ને ચાર વર્ષની કેદ
X

સુરત ની

માંડવી સુગરના તત્કાલીન પ્રમુખ, ઉપ-પ્રમુખ અને એમ.ડી.ને ચાર વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. 56 કરોડ રૂપિયા ઉપરાંતની ગોબાચારી સંદર્ભમાં

2017માં કેસ

દાખલ કરાયો હતો જેનો ચુકાદો કોર્ટે આપ્યો છે.

સુરત

જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન માંડવી સુગરમાં ગોબાચારીના કેસમાં કોર્ટે

ચુકાદો આપ્યો છે. માંડવી સુગરના તત્કાલીન પ્રમુખ, ઉપ -પ્રમુખ

અને મેનેજીંગ ડીરેક્ટરને માંડવી તાલુકા કોર્ટે બે અલગ અલગ કલમો મુજબ ૪ વર્ષ ની સજા અને

૧.૨૦ લાખ નો દંડ ફટકાર્યો છે. ૨૦૧૭ની સાલમાં મિલના સભાસદોએ સુગર ફેકટરીમાં થયેલી

૫૬ કરોડ રૂપિયાથી વધુના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેનો કેસ માંડવીની

કોર્ટમાં ચાલી રહયો હતો.

માંડવી

તાલુકામાંથી લગભગ ૨૦ લાખ ટન શેરડી સુરત જીલ્લાની તેમજ દક્ષિણ ગુજરાતની સુગર

મિલોમાં પહોંચાડવામાં આવે છે. વર્ષ ૧૯૯૬માં આ વિસ્તારના લોકો અને સરકારી

મદદથી માંડવી સુગર મિલની સ્થાપના કરવામાં આવી હતી. જોકે મિલ શરુ થઇ ત્યારથીજ

વિવાદથી ઘેરાયેલી રહી છે ,તત્કાલીન

પ્રમુખ બાબુ સુલેમાન બદન ,ઉપપ્રમુખ

પ્રવિણ મગન ચોધરી અને એમ .ડી. રવીન્દ્ર પટેલ દ્વારા શેરડી, મજુરી તથા ટ્રાન્સપોર્ટેશનના નાણા નહિ

ચુકવી ગોબાચારી કરાઇ હતી. સભાસદોએ ત્રણેય વિરૂધ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

નોંધાવવામાં આવી હતી. બીજી તરફ સભાસદો ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ યુનિયન બેંકમાંથી

લગભગ સભાસદોની જાણ બહાર મિલના રીનોવેશનના નામે ૪૦ કરોડથી વધુની કે.સી.સી. લોન લઇએ

પૈસા પણ ચાઉ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી રહયાં છે.

Next Story