સુરત : માંગરોળના સાવા પાટીયા પાસે ટ્રાફિકજામ, વાહનોની 15 કીમી લાંબી કતાર

0

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહયો છે ત્યારે મુંબઇ અને દીલ્હીને જોડતાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગરોળના સાવા પાટીયા પાસે ઓવરબ્રિજની કામગીરીના કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. હાઇવેની બંને લેનમાં 15 કીમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી.

ભારે વરસાદ ને લઇ નેશનલ હાઈવે ૪૮ પર 15 કિલોમીટરથી વધારે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. માંગરોળના સાવા પાટિયા પાસે ચાલી રહેલા બ્રિજ નિર્માણ કાર્યના કારણે બંને તરફના સર્વિસ રોડ પરથી વાહન થઇ રહ્યા છે. સર્વિસ રોડ ભારે વરસાદમાં ધોવાઇ જતા મસમોટા ખાડા પડી ગયાં છે. ખાડાઓના લીધે વાહનો ધીમી ગતિએ પસાર થઇ રહયાં હોવાથી ટ્રાફિકજામ થઇ રહયો છે. છેલ્લા ત્રણ દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહયો છે. વરસાદના કારણે વિઝીબીલીટી પણ ઘટી જતાં વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે.

બ્રિજની એક તરફ અંકલેશ્વરથી સાવા પાટિયા સુધી તો બીજી તરફ કામરેજના નવી પારડીથી સાવા પાટિયા સુધી વાહનોની કતારો લાગી છે. જે રસ્તો કાપવામાં ૨૦ થી ૨૫ મિનીટનો સમય લાગે છે એ રસ્તો કાપવામાં ૪ થી ૫ કલાકનો સમય લાગી રહ્યો છે. ટ્રાફિક જામમાં ભરૂચ DRDA ના એડીશનલ કલેકટર પણ ફસાઈ ગયા હતાં. તેમના ડ્રાયવરે ગાડીને રોંગ સાઇડ હંકારી દીધી હતી પણ ફરજ પરના પોલીસ કર્મચારીઓએ તેમની ગાડીને જવા દીધી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here