Connect Gujarat
Featured

સુરત : લગ્ન પ્રસંગમાં વર-કન્યા પક્ષ માટે આવી ગયા અનોખા માસ્ક, જુઓ આપને પણ ગમશે આ વિભિન્ન માસ્ક..!

સુરત : લગ્ન પ્રસંગમાં વર-કન્યા પક્ષ માટે આવી ગયા અનોખા માસ્ક, જુઓ આપને પણ ગમશે આ વિભિન્ન માસ્ક..!
X

કોરાનાના કપરા કાળમાં સરકાર દ્વારા લોકોને માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે, ત્યારે હવે લગ્ન પ્રસંગમાં વર અને કન્યા પક્ષના લોકો તેમજ સંબધિઓ માટે નામવાળા માસ્ક લોકોમાં ફેશન સાથે ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

દિવાળી બાદ કોરાના વાયરસે ફરી રાજ્યમાં તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. વધતા જતા કોરાના કેસને ધ્યાનમાં રાખી સરકાર પણ કડક નીતિ નિયમો લાવી રહી છે. જોકે લાંબો સમય વીત્યો છતાં વેક્સિન ન મળતા કોરાના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે માસ્ક ફરજીયાત પહેરવા પર ભાર મુકાયો છે, ત્યારે હાલ કોરાનાના કાળમાં યોજાતા લગ્ન પ્રસંગ દરમ્યાન અલગ અલગ પ્રકારના માસ્કની માંગ ખૂબ વધી છે.

જોકે સુરત જિલ્લામાં વધતાં જતાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી બારડોલી ખાતે એમ્બ્રોડેરીનું સુંદર કામ કરતાં મનીષભાઈએ હાલ બુટિક ચલાવતા વેપારીઓને ભરતકામ કરવાનો ઓર્ડર આપી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવતા કન્યા અને વર પક્ષના સંબંધીઓના નામવાળા માસ્ક બનાવાનો ઓર્ડર અપાયો છે. જેમાં દુલ્હન કા ભાઈ, દુલ્હન કા અંકલ, દુલ્હન કા પાપા જેવા માસ્ક બનાવામાં આવી રહ્યા છે, ત્યારે હાલ તો આ નામવાળા માસ્ક લોકોમાં ફેશન સાથે ભારે આકર્ષણનું કેન્દ્ર સાબિત થઈ રહ્યા છે.

Next Story