Connect Gujarat
ગુજરાત

સુરત : એમડી ડ્રગ્સના વેચાણ માટે વપરાય છે આધા અને પાઉ જેવા કોડવર્ડ, બે સપ્લાયર પોલીસ સકંજામાં

સુરત : એમડી ડ્રગ્સના વેચાણ માટે વપરાય છે આધા અને પાઉ જેવા કોડવર્ડ, બે સપ્લાયર પોલીસ સકંજામાં
X

સુરતમાં એમ.ડી.ડ્રગ્સનો વેપલો કરનાર સરફરાઝ અને મુંબઈના

સપ્લાયર ગુલામ ઉર્ફે લાલાને સ્પેશીયલ ઓપરેશન ગૃપે ઝડપી લીધાં છે. ડ્રગ્સના વેચાણ

માટે આધા અને પાઉ જેવા કોડવર્ડનો ઉપયોગ થતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી 4.78 લાખ રૂપિયાની કિમંતનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે.

આરોપી સરફરાજ ઈકબાલ પટેલ છેલ્લા એક વર્ષથી

એમ.ડી.ડ્રગ્સનો વેપલો કરતો હતો. તેના ઘરે એમ.ડી.ડ્રગ્સ લેવા માટે આવતા યુવકો

કોડવર્ડમાં વાત કરતા હતા. તેમાં કુછ હૈ કે નહિ, કિતના ચાહીયે, આધા અને પાઉ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. એક ગ્રામ

એમ.ડી.ડ્રગ્સના 1600 થી 1700 રૂપિયા લેતા હતા. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 4.78 લાખનું ડ્રગ્સ ,મોબાઇલ, રેલવેની મુંબઈની ટિકિટ મળીને 4.83 લાખનો મુદામાલ કબજે કર્યો

છે. સરફરાજ પટેલના ઘરે સપ્લાય કરવા માટે મુંબઈની ધારાવી ઝુપડપટ્ટીમાં રહેતો ગુલામ

ઉર્ફે લાલા બરકતખાન જીલાનીને પણ પોલીસે દબોચી લીધો છે. પીએસઆઈ વી.સી.જાડેજા અને

તેની ટીમે બાતમીને આધારે રાંદેર વિસ્તાર માંથી આરોપી ને પકડી પાડયા છે.આરોપી

સફરરાજની કોલ ડિટેઇલ્સની તપાસ થાય તો.ડ્રગ્સના રવાડે ચઢી ગયેલા અનેક નબીરાઓના નામો

પણ બહાર આવી શકે છે.

Next Story