સુરત : પરપ્રાંતિય શ્રમિકોની હિજરતથી મિલમાલિકો ચિંતાતુર, 64 દિવસથી મિલોને વાગ્યાં છે તાળા

0
84

સુરતનો ટેકસટાઇલ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે પણ લોકડાઉને આ ઉદ્યોગને મરણ પથારીએ લાવી દીધો છે. 64 દિવસ ઉપરાંતથી મિલો અને કારખાના બંધ હોવાથી ઉદ્યોગકારોની હાલત શ્રમજીવીઓની જેમ જ દયનીય બની છે.

માનવીની શોભા તેના કપડા વધારતા હોય છે ત્યારે લોકડાઉને ટેકસટાઇલ ઉદ્યોગનો રંગ ફીકો પાડી દીધો છે. પરપ્રાંતિય શ્રમિકોની હીજરત તથા મિલો બંધ હોવાથી રોજનું કરોડો રૂપિયાનું નુકશાન ઉદ્યોગકારો વેઠી રહયાં છે. માંગરોળના નવાપુરા ખાતે લૂમ્સનું કારખાનું ધરાવતા સંજય દેસાઈએ જણાવ્યું હતું કે, તેઓ ૨૫૦ જેટલા લુમ્સના મશીનો ધરાવે છે પરંતુ લોકડાઉન ને લઇ એમની હાલત અત્યારે કફોડી બની છે.૬૪ દિવસથી મિલ બંધ છે અને હવે છૂટછાટ મળી છે ત્યારે કામદારો ની અછત સર્જાઈ રહી છે.હાલ તો મશીનો નું મેન્ટેનેન્સ અને વીજ બીલ ભરવા માં પણ તકલીફ પડી રહી છે.

સુરત જીલ્લામાં અનેક ઓદ્યોગિક એકમો આવેલા છે અને મોટા ભાગના તમામ એકમો કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.માંગરોળ ,ઓલપાડ અને માંડવી તાલુકાના ૧૭ ગામોમાં પથરાયેલી જી આઈ ડી સી માંગરોળ તાલુકા વેલ્ફર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન નામે ઓળખાય છે. અને તેમાં ૨૧૦૦ થી વધુ એકમો જોડાયેલા છે. ૨ લાખ થી વધુ કામદારોને રોજગારી પુરી પાડવામાં આવે છે. ૬૪ દિવસથી ચાલી રહેલા લોક ડાઉનને લઇ મિલ માલિકોની હાલત કફોડી બની ગઈ છે.

એક તરફ રોજગાર બંધ છે બીજી બાજુ સરકારના પરિપત્રને લઇ મિલો બંધ હોવા છતાં તમામ કારીગરો ને જમવાનું તેમજ પગાર પણ આપવામાં આવ્યો છે અને જયારે હવે સરકાર દ્વારા આંશિક છૂટ છાટ આપવામાં આવી છે ત્યારે મોટાભાગ ના કામદારો વતન તરફ હિજરત કરી ચુક્યા છે ત્યારે હવે કામદારો વગર મિલો ચલાવી મુશ્કેલ છે. મિલ માલિકો લોક ડાઉન ખુલવાની આશાએ છેલ્લા ૬૪ દિવસથી કારીગરોની સાર સંભાળ રાખી રહ્યા છે અને તમામ સવલતો પૂરી પડી રહ્યા છે પરંતુ લોક ડાઉન થોડું હલકું થતા હવે તમામ પર પ્રાંતીય કામદારોની ધીરજ ખૂટી રહી છે અને તમામ કામદારો વતન તરફ હિજરત કરી રહ્યા છે ત્યારે હવે મિલ માલિકો સરકાર પાસે પોતાનું અસ્તિત્વ બચવા માટે કેટલીક માંગો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here