Connect Gujarat
Featured

સુરત : મીની બજાર નજીકથી રત્ન કલાકારને રૂ. 9 લાખના હિરાનું પેકેટ મળ્યું, જુઓ પછી શું થયું..!

સુરત : મીની બજાર નજીકથી રત્ન કલાકારને રૂ. 9 લાખના હિરાનું પેકેટ મળ્યું, જુઓ પછી શું થયું..!
X

હાલ કોરોનાના કારણે લોકોના ધંધા-રોજગાર પર વ્યાપક અસરો પડી છે, ત્યારે સુરતના હિરા ઉદ્યોગ પર પણ તેની મોટી અસરો જોવા મળી છે. જોકે આ તકલીફ વચ્ચે પણ સુરતના એક રત્ન કલાકારની ઈમાનદારી નજરે આવીને વળગી છે. રાજેશ નામના એક રત્ન કલાકરને રોડ પરથી રૂપિયા 9 લાખની કિંમતના હિરાના પેકેટ મળ્યા હતા, ત્યારે રાજેશે તેના માલીક સુધી પહોચાડી ઇમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સુરતમાં રાજેશ નામના એક રત્ન કાલાકારને રોડ પરથી રૂપિયા 9 લાખની કિંમતના હિરાના પેકેટ મળ્યા હતા, ત્યારે આ હીરાનો માલિક કોણ છે, અને તેના સુધી આ હીરા પહોચાડવા માટે રાજેશે ઘણી જહેમત ઉઠાવી હતી. પરંતુ હીરાના માલિકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. લગભગ 4 દિવસ પહેલા એક હીરાના વેપારી હરેશભાઇએ તેમના 9 લાખના હિરા વહેચવા માટે દલાલને આપ્યા હતા. ત્યારે મીની બજાર ખાતે આવેલ પ્રીન્સેસ પ્લાઝા નજીક હીરાના દલાલથી હિરાનું પેકેટ ક્યાક પડી ગયું હતું. પરંતુ હીરા નહિ મળતા દલાલે સોશિયલ મિડિયામાં હિરા પેકેટ ખોવાયા હોવાની જાહેરાત કરી હતી.

કારણ કે મંદિના સમયમાં જો હિરા નહિ મળે તો દલાલે હિરાની કિંમત માલીકને ચુકવી પડે તે માટે તેનું ઘર પણ વહેચાઇ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં જ રાજેશ નામના રત્ન કાલાકારને જાન થઈ હતી કે, જે હિરાના પેકેટના માલિકને તે શોધી રહ્યો છે, તે આ લોકો જ છે. જેથી રાજેશે પ્રીન્સેસ પ્લાઝાના એક વેપારીની મદદથી રૂપિયા 9 લાખની કિંમતના હિરા દલાલ અને માલીકને શોપ્યા હતા. જોકે ઇમાનદાર રત્ન કાલાકર રાજેશે હિરાનું પેકેટ આપ્યું, ત્યારે હિરા દલાલ અને માલીકે ભાવુક થઇ જાહેરમાં રાજેશની ઇમાનદારીનું સન્માન કર્યું હતું.

Next Story