સુરત : મ્યુનિસિપલ કમિશનર ઉતરી આવ્યાં રસ્તા પર, જુઓ શું બની ઘટના

New Update
સુરત : મ્યુનિસિપલ કમિશનર ઉતરી આવ્યાં રસ્તા પર, જુઓ શું બની ઘટના

દિવાળી બાદ સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સુરતના મ્યુનિસિપલ કમિશનરે તાબડતોડ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. સુરતમાં ખાસ કરીને અઠવા ઝોનમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.

સુરતમાં દિવાળીના તહેવાર બાદ તંત્ર અને લોકો બેફિકર બનતાં શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે સૌથી વધુ સંક્રમણ હોય તેવા વિસ્તારોમા આજ રોજ મનપા કમિશનર બન્છાનિધિ પાનીએ મુલાકાત કરી હતી. અઠવા ઝોનમાં આવેલાં  સુર્ય દર્શન એપાર્ટમેન્ટમાં કેસ વધુ હોવાથી ત્યાં તકેદારીના પગલાં ભરવામાં આવી રહયાં છે. અત્યાર સુધીમાં અઠવા ઝોનમાં છ હજાર કરતાં વધુ કેસ થઈ ગયાં છે મનપા કમિશનરે મુલાકાત લેવાની  સાથે કોવિડના નિયમોનું કડકાઈથી પાલન કરાવવા માટે તમામ અધિકારીઓને સુચના આપી છે તો શાકભાજી માર્કેટમાં ભેગી થતી ભીડ સામે તેઓએ ખેદ વ્યક્ત કરીને લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી હતી.

Latest Stories