સુરત : મનપાએ રાજકોટથી સેનેટાઇઝિંગ મશીન મંગાવ્યું, કોરોનાથી બચવા ડિસ ઈન્ફેક્શનની કામગીરી હાથ ધરાઇ

0
107

કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર સુરત શહેરમાં સેનિટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મહા નગરપાલિકાની કામગીરીને વધુ તેજ કરવા માટે રાજકોટથી ખાસ એક મશીન મંગાવવામાં આવ્યું છે.

સુરત મહા નગરપાલિકા દ્વારા રાજકોટથી ડિસ ઈન્ફેક્શનની કામગીરી માટે દવાનો છંટકાવ કરતું મશીન મંગાવવામાં આવ્યું છે. આ મશીન 600 લિટર જેટલી દવાની ક્ષમતા ધરાવતું હોવાથી એક સાથે ડિસ ઈન્ફેક્શનનું કામ પણ થઈ શકે છે, ત્યારે સૌ પ્રથમ તો મશીન દ્વારા સિવિલ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલની સફાઈ કરવામાં આવી હતી, ત્યારબાદ નજીકના તમામ માર્ગને ડિસ ઈન્ફેક્શન કરવામાં આવ્યા હતા. યુપીઆઈ કંપની દ્વારા બનાવવામાં આવેલ આ મશીન મોબાઈલ એપથી પણ ચાલે છે. ઉપરાંત દોઢ બે કલાકમાં લગભગ 10 કિલો મીટર સુધીના વિસ્તારમાં દવાનો છંટકાવ કરી શકાય છે, ત્યારે આ પ્રકારના મશીનથી સમગ્ર શહેરમાં સેનિટાઈઝેશનની કામગીરી વધુ ઝડપી બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here