Connect Gujarat
ગુજરાત

સુરત કોઝવે રોડ પર દિપક મોરેની કરાયેલ હત્યાનો આરોપી ઝડપાયો

સુરત કોઝવે રોડ પર દિપક મોરેની કરાયેલ હત્યાનો આરોપી ઝડપાયો
X

લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા સીંગણપોર કોઝવે ખાતે જાહેરમાં એક 25 વર્ષિય દિપક મોરે નામના યુવકની હત્યા કરનાર આરોપીને સુરત ક્રાઇમબ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

ગત મંગળવાર વહેલી સવારે 8 વગ્યાની આસપાસ કોઝ વે રોડ પર એક સ્કૂલમાં દિપક મોરે પોતાના બાળકને સ્કૂલે મૂકી ઘર તરફ પરત ફરી રહ્યો હતો. દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ આવી દિપકને રોક્યો હતો અને પહેલાં હત્યારાઓ સાથે રકઝક થઈ હતી.

બાદમાં હત્યા કરવા માટે આવેલા ઈસમોએ તિક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે હુમલો કરી હત્યા કરી હતી. અને બાઈક પર આવેલા ઈસમો ભાગી છૂટ્યા હતા.જો કે દીપકની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ સાથે સુરત ક્રાઇમબ્રાન્ચે લાલગેટ પીલીસના આ ગુનાની તપાસ શરૂ કરી હતી

જો કે હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ મરનાર દિપક મોરેના ઘર નજીક જ રેહતો મૂળ મહારાષ્ટ્ર નો વતની પ્રફુલ ઉર્ફે સોનુ નાથજોગી હતો..જેના પર મરનાર દીપકે તેની પત્ની ને પ્રફુલ છેડતી કરતો હોય તેવો વહેમ રાખી અને અન્ય ધંધાકીય અદાવતમાં પ્રફુલે દીપકની વોચ ગોઠવી તેને સ્ટીલના પાઇપ થી ફટકા મારી મોતને ઘાટ ઉતારર્યો હતો.. જેને સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં કતારગામ નજીકથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

જો કે હાલ સામન્ય અદાવત અને વેરઝેર માં એક પરિવાર માં બાળકોએ તેના પિતા ગુમાવ્યો છે તો બીજી તરફ હત્યારો તેનાં ની બાકીની યુવાની જેલમાં વિતાવશે..ત્યારે હંમેશા પાડોશીઓ અને આસપાસના લોકો અને અગ્રણીઓ જો આવા બનાવોમાં મદયસથી બને તો દરેક ઝઘડાનો નિકાલ આવી શકે તેમ છે.

Next Story