Connect Gujarat
Featured

સુરત: જુગાર રમવા બાબતે થયેલા ઝઘડામાં યુવાન પર ચપ્પુથી હુમલો, પછી શું થયું જુઓ

સુરત: જુગાર રમવા બાબતે થયેલા ઝઘડામાં યુવાન પર ચપ્પુથી હુમલો, પછી શું થયું જુઓ
X

સુરતના ઉમરાગામમાં જુગારના ઝઘડામાં મિત્રને બચાવવા પડેલા યુવક પર ચપ્પુથી હુમલો કરાતા યુવાનું મોત નીપજયું હતું. જેમાં પરિવારે એકનો એક દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે.

સુરતના ઉમરાગામમાં મધરાત્રે શ્રમજીવી યુવાનોનો જુગાર રમ્યા બાદ ઝઘડો થયો હતો.બાદમાં મિત્ર આવી જતાં ઉભો થઈને જતો હતો. જીતીને જતો હોવાથી હુમલો કરવામાં આવ્યો હતો. જો કે મિત્રના ઝઘડામાં બચાવવા પડેલા અજય નામના યુવકને ચપ્પુના ઘા વાગી ગયા હતાં. એક જ પરિવારના પાંચ સભ્યોએ ચપ્પુના ઘા ઝીંકી દીધા બાદ અજયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છાતિ અને પેટના ભાગે ચપ્પુના ઘા વાગ્યા હોવાથી પરિવારના એકના એક દીકરા અજયનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અજયને બચાવવા પડેલા તેના મિત્રને પણ ઈજા થતાં સારવાર માટે સિવિલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અજય લગ્ન પ્રસંગમાં સાઉન્ડ સિસ્ટમાં મજૂરી કામ કરતો હતો. બુધવારની રાત્રે ઘર નજીક કેટલાક લોકો અજય અને તેના મિત્રો પર તૂટી પડ્યા હતા. જેથી દોડી ને ત્યાં ગયા તો એક જ પરિવારના 5 સભ્યો અજયને માર મારતાં હતાં. ભીડની વચ્ચે માર ખાતા અજયને ચપ્પુ મારી દેવાતા એ જમીન પર ઢળી પડ્યો હતો.બાદમાં હુમલાખોરો ભાગી છૂટ્યાં હતાં.

Next Story