Connect Gujarat
ગુજરાત

સુરત: સલાબતપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા

સુરત: સલાબતપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા
X

સુરત સલાબતપુરા વિસ્તારમાં રૂપિયા ની લેતીદેતી માં મિત્રએ મિત્રની હત્યા કરી છે. નવસારી બજારના ગોપી તળાવ નજીક બે દિવસ પહેલા બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણીના મુદ્દે મિત્રો વડે થયેલા જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનું આજે સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

સુરતના નવસારી બજાર ગોપી તળાવ પાસે રહેલો શટર રિપેરીંગનું કામ કરતો 22 વર્ષીય ફિરોઝ ખાન નામના યુવાનની રૂપિયા ની લેતીદેતી માં મિત્રએ ધારદાર હથિયાર વડે હુમલો હત્યા કરી છે. મિત્રો એ જ ફોન કરીને શાહીદને બોલાવ્યા બાદ પેટમાં ચપ્પુ ઘુસાડી બાઇક ઉપર ભાગી ગયા હતા. હત્યારા મિત્રો શાહીદનો મોંઘો મોબાઈલ પણ લૂંટી ગયા હોવાનું પરિવારે જણાવ્યું હતું

ફિરોઝ ખાનના પરિવારે જણાવ્યું હતું કે બે દિકરાઓમાં શાહિદ મોટો દીકરો હતો. શટર રિપેરીંગનું કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. બુધવારની મોદી રાત્રે તેને છોટુ નામના મિત્ર એ ફોન કરી ગોપી તળાવ બોલાવ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે રૂપિયાની લેવડ-દેવડમાં ઝગડો થયો હતો. જેથી છોટુએ શાહીદને પેટમાં ચપ્પુ મારી ઉલ્લા નામના યુવાનની બાઇક પર બેસી ભાગી ગયા હતા. હુમલાખોર છોટુ ભાગતા પહેલા શાહિદ નો મોબાઈલ ફોન પણ લઈ ગયો હતો વધુમાં જણાવ્યું હતું કે, જમીન ઉપર લોહીના ખાબોચિયામાં પડેલા શાહિદ ને સાથી મિત્રો તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તાત્કાલિક તેના પર શસ્ત્રક્રિયા હાથ ધરાયા બાદ તેને સર્જીકલ વોર્ડમાં દાખલ કરાયો હતો. આજે સવારે શાહીદનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ સલાબતપુરા પોલીસે હત્યાની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story