Connect Gujarat
ગુજરાત

સરકારના અથાગ પ્રયત્નો છતાં મહિલાઓ બની ખુલ્લામાં સૌચ કરવા મજબુર.... જાણો ક્યાં ?

સરકારના અથાગ પ્રયત્નો છતાં મહિલાઓ બની ખુલ્લામાં સૌચ કરવા મજબુર.... જાણો ક્યાં ?
X

મનપાએ શૌચાલય બનાવી ડ્રેનેજ લાઈન ન નાખતા સૌચાલય શોભાના ગાઠીયા સમાન

સુરત ગરીબ અને મધ્યમ વર્ગ ની મહિલાઓ ખુલ્લામાં સૌચાલય કરવા મજબૂર બન્યા છે. જી હા સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સૌચાલય તો બનાવવામાં આવ્યા પણ ચાર વર્ષથી ડ્રેનેજ લાઈન નાખવામાં નહીં આવતા શૈચલાય શોભના ગાંઠિયા સમાન બન્યા છે

સરકાર સુરત સ્માર્ટ સીટી સ્વચ્છ ભારત સ્વચ્છ સુરત બનાવા પાછળ નવી નવી યોજનાઓ બહાર પાડી જાહેરાતો કરતી હોય છે જયારે સુરત સીટી જેવા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના અનેક વિસ્તામાં શૌચાલય બનાવમાં આવ્યા હતા જ્યારે શૌચાલય બનાવી ગરીબોનો મજાક ઉડાવી દેવામાં આવ્યો છે કારણ હલકી કક્ષાના શૌચાલયઓ બનાવી ચાર ચોકડી બનાવી દીધી હોય એમ નજરે દેખાઈ છે જયારે સરકારે શૌચાલયઓ બનાવવા ૪ વર્ષથી વધુનો સમય વીતી ગયો હોય આજ દિન સુધી મનપાના અધિકારીઓ ને ડ્રેનેજ લાઈન નાખવા સમય મળતો નથી શૌચાલયને ડ્રેનેજ લાઈન ન હોવાના કારણે આ સૌચાલય શોભાના ગાઠીયા સમાન બન્યા છે મનપાએ શૌચાલય બનાવી ડ્રેનેજ લાઈન ન નાખતા ગરીબો નો મજાક ઉડાયો હોય એમ લાગે છે

સરકાર સ્વચ્છ ભારત સુંદર ભારત ની જાહેરાત પાછળ કરોડ રૂપિયા ખર્ચ કરતી હોય છે બીજી બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા શૌચાલય બનાવી તો દેવામાં આવ્યા ચાર વર્ષ વીતી ગયા છતાં આજ દિન સુધી ડ્રેનેજ લાઈન આપવામાં આવી નથી સ્થાનિક લોકો એ મનપાની કચેરીએ અનેક વખત રજુવાત કરી છતાં આજ દિન સુધી મનપાના અધિકારીઓ જાગ્યા નહીં

વર્ષોથી લોકો ખુલ્લામાં શૌચ કરવા જતા હતા જ્યારેઘર આંગણે મનપા દ્વારા શૌચાલય બનાવવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો જ્યારે મનપા એ ડ્રેનેજ લાઈન વગરના સૌચાલય બનાવી લોકોની ખુશી પર પાણી ફેરવી દીધું છે વર્ષોથી ખુલ્લામાં શૌચ કરવા જઈ રહેલા લોકો આજ દિન સુધી મનપાની અધૂરી કામગીરીના કારણે ખુલ્લામાં શૌચાલય કરવા મજબુર બન્યા છે.

Next Story