Connect Gujarat
ગુજરાત

સુરત: નારાયણ સાંઇ દુષ્કર્મ મુદ્દે કોર્ટે આપ્યો ચૂકાદો

સુરત: નારાયણ સાંઇ દુષ્કર્મ મુદ્દે કોર્ટે આપ્યો ચૂકાદો
X

પાંચ વર્ષ કરતા વધુ સમયથી જેલના સળિયા ગણી રહેલા કહેવાતા સંત આસારામના દીકરા નારાયણ સાંઈ ઉર્ફ મોટા ભગવાન સામેના દુષ્કર્મના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે મોટો અને મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. સેશન્સ કોર્ટના એડીશનલ જજ પ્રતાપદાન એસ. ગઢવીએ ચુકાદો આપતા નારાયણ સાંઈને દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો છે.સાથે અન્ય ચાર આરોપીને પણ દોષિત ઠેરવ્યા છે જ્યારે પાચને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા છે. નારાયણ સાંઈને સજા અંગેનુ એલાન 30મી એપ્રિલના રોજ કરવામાં આવશે.

સુરતની યુવતી સાથે દુષ્કર્મના આરોપની ફરિયાદ શહેરના જાહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં 6 ઓક્ટોબરના રોજ નોંધાવી હતી. નારાણય સાંઈ સામે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તેની પર વર્ષ 2002 થી 2005ની વચ્ચે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સુરતના તત્કાલિન એસપી શોભા ભુતડા સમક્ષ પીડીતાએ ફરિયાદ આપી હતી. લાંબી શોધખોળ બાદ સાંઈની 4 ડિસેમ્બર 2013ના દિવસે હરિયાણાના કુરુક્ષેત્રથી ધરપકડ કરવામાં આવી હતી.નારાયણ સાંઈને જ્યારે કોર્ટમાં સજા સંભળાવવામાં આવી ત્યારે તેની આંખમાં ઝળઝળીયા આવી ગયા હતા. નારાયણની સાથે ધર્મીષ્ઠા ઉર્ફે ગંગા મિશ્રા , ભાવના ઉર્ફ જમુના પટેલ અને કૌશલ ઉર્ફ હનુમાન લાલ ઉર્ફ બાબુ ઉર્ફ વિવેકાનંદ ઠાકુર તથા રમેશ મલ્હોત્રાને પણ આ કેસમાં દોષિત ઠેરવાયા છે.ગંગા અને જમુના નારાયણ સાંઈની સાધિકા છે અને તેમણે દુષ્કર્મમાં નારાણય સાંઈનો સાથ આપ્યાના દોષિત ઠર્યા છે. જ્યારે મોનિકા અગ્રવાલ, મોહીત ભોજવાણી, પંકજ દેવડા, અજયકુમાર દિવાન અને નેહા દિવાનને નિર્દોષ જાહેર કરાયા છે.

સુરતના બહુચર્ચિત નારાયણ સામેના દુષ્કર્મના આરોપમાં 53 જેટલા સાક્ષીઓ અને બચાવ પક્ષ તરફથી 14 જેટલા સાક્ષીઓની પૂછપરછ થઈ છે, આ લિસ્ટમાં નારાણય સાંઈની પત્ની જાનકી પણ સાક્ષી છે અને તેણે પતિ વિરુદ્ધ જુબાની આપી હતી. ઉપરાંત કેસમાં બંને પક્ષ તરફથી 1000 કરતા વધુ દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરાયા જ્યારે 3000 કરતા વધુ પેજની દલીલો રજૂ કરાઈ હતી.

Next Story