Connect Gujarat
ગુજરાત

સુરત: નારાયણ સાંઈને ઉપડ્યો છાતિમાં દુઃખાવો, સારવાર અર્થે ખસેડાયા

સુરત: નારાયણ સાંઈને ઉપડ્યો છાતિમાં દુઃખાવો, સારવાર અર્થે ખસેડાયા
X

નારાયણ સાંઈને અગાઉ પણ માથા,હાડતા તેમજ દાંતના દુઃખાવાના કારણે સિવિલમાં ખસેડાયા હતાં

નારાણ સાંઈને લાજપોરન જેલમાં દુષ્કર્મના કેસમાં રખાયા હતાં જયાં તેમને અચાનક છાંતિમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ટ્રોમાં સેન્ટરમાં ઈસીજી કરાયા બાદ સાંઈને એકસેરે, સોનોગ્રાફી વિભાગમાં રીફર કરાયા હતાં.

નારાયણ સાંઈએ લાજપોર જેલમાં છાંતિમા દુઃખાવો હોવાની ફરિયાદ જેલ સત્તાધીશોને કરી હતી. જેથી લાજપોર જેલ વિભાગના તબીબો દ્વારા તેને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નારાયણ સાંઈને સિવિલના ટ્રોમાં વિભાગ ખાતે લવાયા હતાં. જયાં મેડિકલ ઓફિસરોએ પહોંચીને સારવાર શરી કરી હતી. ઈસીજીનો રિપોર્ટ કરીને તાત્કાલિક સારવાર માટે નારાયણ સાંઈને એકસ રે તેમજ સોનોગ્રાફી વિભાગમાં લઈ જવાયા હતાં.

લાજપોર જેલમાં તંદુરસ્ત શરીર ધરાવતા નારાયણ સાંઈના શરીરમાં વધારો થયો છે. શરીર ફુલી ગયુ હોવાની વિડિયોમાં દેખાઈ રહ્યું છે. શરીર વધતાં નારાયણ સાંઈને છાતિમાં દુ:ખાવો ઉપડયો હતો. જે બાબતની જાણ સત્તાધીશોને કરી હતી. પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે તે તંદુરસ્ત શરીર ધરાવતાં સાંઈને આજે સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર પર લાવવામાં આવ્યા હતાં. પોલીસ બંદોબસ્ત સાથે એક વિભાગમાંથી બીજા વિભાગમાં નારાયણ સાંઈને સ્ટ્રેચર પર જ લઈ જવાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મના કેસમાં સજા ફોગવી રહેલા નારાયણ સાંઈ અગાઉ પણ માથાના, હાડકા તેમજ દાંતના દુખાવાની ફરિયાદ કરી હતી. જેના પગલે સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

Next Story