Connect Gujarat
ગુજરાત

સુરત: કોસંબામાં શાળા કાર્યક્રમમાં હાજરી આપી નટુકાકા, બાઘા અને સુંદરે, જુઓ લોકોને કેવા કર્યા મંત્રમુગ્ધ

સુરત: કોસંબામાં શાળા કાર્યક્રમમાં હાજરી આપી નટુકાકા, બાઘા અને સુંદરે, જુઓ લોકોને કેવા કર્યા મંત્રમુગ્ધ
X

સુરત જિલ્લાના કોસંબા ખાતે આવેલ તક્ષશિલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચોથો વાર્ષિકોત્સવ યોજાયો હતો. જેમાં ખાસ રાજ્યના મંત્રી સહિત જાણીતા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોએ હાજરી

આપી હતી.

કોસંબા પાસે આવેલ તક્ષશિલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ચોથા વાર્ષિકોત્સવની ઉજવણી

કરવામાં આવી હતી. તક્ષશિલા સ્કૂલ પરિવાર દ્વારા ઉત્સવની

હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં હતી. વાર્ષિકોત્સવ સંદર્ભે

વિશાળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિશેષ રાજ્યના મંત્રી ગણપત વસાવા

તેમજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ, ઘનશ્યામ નાયક ઉર્ફે નટુ

કાકા, તન્મય વેકરીયા ઉર્ફે બાઘા અને મયુર વાંકાણી ઉર્ફે

સુંદરને આમંત્રિત કરાયા હતા.

આ ઉત્સવમાં શાળાના બાળકોએ ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી

હતી. સ્કૂલના ભૂલકાઓ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો,સ્વચ્છતા અભિયાન, દેશ માટે જીવની કુરબાની આપનાર શહિદ જવાન, તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરાઇ હતી. ઉત્સવમાં ઉપસ્થિત તારક મહેતા કા ઉલ્ટા

ચશ્માના કલાકારોએ પણ ડાઇલોગ બોલી હાજરજનોને મનોરંજન આપી ખુશ કર્યા હતા. નટુકાકા,

બાઘા અને સુંદરે પોતાના અંદાજ અને કિરદારમાં અભિનય કરી લોકોને

મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમમાં ગુજરાત સરકારના

કેબિનેટ મંત્રી ગણપત વસાવાના હસ્તે વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા હતા.

વિદ્યાર્થીઓએ બૈંડ બાજા સાથે મંત્રીનું કાર્યક્રમમાં વિશેષ સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, કલાકારો સહિત બાળકોના વાલીઓ, શાળા

સંચાલકો, આચાર્ય તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા.

Next Story