સુરત : મજુરાગેટ વિસ્તારમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત

મજુરાગેટ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના કાચ તોડી બે લોકોને રેસ્ક્યુ કરાયા હતા. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતના મજુરાગેટ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ભુક્કો બોલી ગયો હતો. કારમાં સવાર બે લોકો કારમાં ફસાઈ ગયા હતા. બીજી તરફ ઘટનાને પગલે લોકટોળું એકત્ર થઇ ગયું હતું અને કારનો કાચ તોડી કારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટનામાં કાર ચાલકને ગંભીર ઈજાઓ થઇ હતી. જેઓને ૧૦૮ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી છુટ્યો હતો.આ બનાવની જાણ થતા ફાયર કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.