સુરત:સાંસદ સીઆર પાટીલને ત્યાં ઉજવાયું અનોખું રક્ષા બંધન

સુરત નવસારીના સાંસદ સીઆર પાટીલ ને ત્યાં અનોખી રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી 370 અને 35A ની કલમ રદ્દ કરતા જમ્મુ કાશ્મીર ની યુવતીઓ સાંસદ સીઆર પાટીલને રાખડી બાંધીને રક્ષા બંધનની ઉજવણી કરી હતી.
જમ્મુ ની સ્વાતિ શર્મા અને કાશ્મીર ની શમીના બટટ એ સાંસદ સીઆર પાટીલ ને રાખડી બાંધી હતી. ભાજપ મોદી સરકારે 370 ની કલમ રદ્દ કરતા આભાર વ્યક્ત કર્યો જમ્મુ કાશ્મીર ના અચ્છે દિન લાવવા બદલ યુવતીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
કાશ્મીર રહેતી સુરત ખાતે નર્સિંગ માં અભ્યાસ કરતી જમ્મુ કાશ્મીર ની યુવતીઓએ 370 ની કલમ રદને લઇ ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે સરકારે કલમ 370 રદ કરી ખુબજ મહત્વનું કામ કર્યું છે આવે જમ્મુ કાશ્મીરનો વિકાસ થશે આવતી કાલે 15 ઓગસ્ટ હોવાતી કાશ્મીર તિરંગો લહેરાશે મોદી સરકારનો આભર માનુ છું. તેમણે 370 રદ્દ કરી હવે કાશ્મીરનો વિકાસ થશે અને અમે સાંસદ સીઆર પાટીલને રાખડી બાંધી રક્ષા બંધનની ઉજવણી કરી છે તેમ જણાવ્યું હતું.