Connect Gujarat
ગુજરાત

સુરત : ગરીબ રીકશા ચાલકને પોલીસે મોકલાવ્યાં 256 જેટલા ઇ- મેમો

સુરત : ગરીબ રીકશા ચાલકને પોલીસે મોકલાવ્યાં 256 જેટલા ઇ- મેમો
X

સુરતમાં ચાર સંતાનોના પિતા અને રીકશા ચલાવી પરિવારનું પેટીયુ રળતા રીકશા ચાલકને ટ્રાફિક પોલીસ તરફથી 256 જેટલા ઇ- મેમો મળતાં તેની હાલત કફોડી બની છે. 30 હજાર રૂપિયાની રીકશાની કિમંત છે અને તેની સામે 76 હજાર રૂપિયાથી વધુનો દંડ ભરવો રીકશાચાલકને પરવડે તેમ ન હોવાથી તેણે પરિવાર સાથે આવી પોલીસ કમિશનર સમક્ષ રાવ નાંખી છે.

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ગુજરાત પોલીસ દ્વારા ઇ - ચલણ મેમો આપવામાં આવી રહયાં છે. સીસીટીવી કેમેરા તથા રજીસ્ટ્રેશન નંબરના આધારે નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઇ-મેમો તેમના ઘરે મોકલવામાં આવે છે. આ પધ્ધતિ સુરતના એક ગરીબ રીકશા ચાલક માટે આફતનો પહાડ લઇને આવી છે. આ રીક્ષા ચાલકને ટ્રાફિકના ભંગ કરવા બદલ એક નહીં બે નહીં પરંતુ કુલ 256 જેટલા ઇ - મેમો ચલણ ફટકારવામાં આવ્યા છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા મુશર્રફ શેખ છેલ્લા અગિયાર વર્ષથી રીક્ષા ચલાવી ચાર સંતાનો સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. .જો કે પ્રતિ દિવસ ત્રણસો થી ચારસો રૂપિયા ની કમાણી તેઓ માંડ કરી શકે છે. તેની સામે તેમને પોલીસે 76 હજાર રૂપિયા કરતાં વધુનો દંડ ફટકાર્યો છે. રીકશાની કિમંત પણ 30 હજાર રૂપિયા જેટલી છે. દંડની રકમ ભરપાઇ કરવી મુશ્કેલી હોવાથી તેમણે પોલીસ કમિશનર સમક્ષ રાવ નાંખી છે.

Next Story