સુરત : 15થી વધુ ટયુશન કલાસ ધરાવતા કોમ્પલેકસનો દાદરનો ભાગ ધરાશાયી

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા 3 માળના કોમ્પ્લેક્સનો દાદરનો ભાગ બુધવારના રોજ ધરાશાયી થઈ જતા ભારે દોડધામ મચી હતી આ કોમ્પલેક્ષમાં પંદરથી વધુ કોચિંગ ક્લાસીસ ચાલતા હોય છે પણ ગાંધી જયંતીની જાહેર રજા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
સુરત સીટીલાઇટ વિસ્તારમાં આવેલ સીટીલાઇટ કોમ્પલેક્ષમાં પંદરથી વધુ કોચિંગ ક્લાસીસ ચાલે છે. કોમ્પ્લેક્સ ની બિલ્ડીંગ જર્જરિત હોવાથી આજરોજ કોમ્પલેક્ષ અંદરનો ભાગ અચાનક ધરાશાયી થઈ જતા કોમ્પલેક્ષ નીચે પાર્ક કરેલ 1 કાર અને 10 થી વધુ બાઈક દબાઈ ગઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર કાફલો સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. તેમના દ્વારા કાટમાળ નીચે થી વાહનો બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. મહત્વનું વાત કરીએ તો આજ રોજ ગાંધી જયંતીની રજા હોવાના કારણે ટ્યૂશન ક્લાસીસ અને કેટલીક દુકાનો પણ બંધ હતી. રોજિંદા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો જમાવડો રહેતો હોય છે પણ આજે જાહેર રજાને પગલે આ ઘટનામાં મોટી દુર્ઘટના થતી અટકી હતી.