Connect Gujarat
Featured

સુરત: "સંવિધાન બચાયેંગે, કાગજ નહીં દિખાયેંગે"ના લાગ્યા પોસ્ટરો, લોકોએ કર્યો NPRનો વિરોધ

સુરત: સંવિધાન બચાયેંગે, કાગજ નહીં દિખાયેંગેના લાગ્યા પોસ્ટરો, લોકોએ કર્યો NPRનો વિરોધ
X

સમગ્ર દેશમાં CAA, NRC અને NPRનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સુરતના લિંબાયત અને માન દરવાજા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના મકાનો પર સરકારના વિરોધમાં પોસ્ટર લગાડવાની મુહિમ હાથ ધરવામાં આવી છે.

આગામી દિવસોમાં શરૂ થઈ રહેલી વસ્તી ગણતરીમાં લોકો ગાંધીચીંધ્યા માર્ગે NPRનો વિરોધ કરી રહ્યા છે. વસ્તી ગણતરી કરવા આવતા કર્મચારીઓને તેઓ સહકાર આપવા તૈયાર છે. પરંતુ દસ્તાવેજો નહીં આપી અસહકારના આંદોલન અંગે આહવાન કરતા પોસ્ટરો તમામ મકાનો પર લગાડવામાં આવી રહ્યા છે. જેમાં "સંવિધાન બચાયેંગે કાગજ નહીં દિખાયેંગે" જેવા અલગ અલગ સૂત્રો લખવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર મામલે લીંબાયત અને માન દરવાજા વિસ્તારના કોંગ્રેસના નગરસેવકો પણ લોકો સાથે જોડાઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Next Story