Connect Gujarat
Featured

સુરત : ઓલપાડ-કીમ ખાતે લોકોએ વડાપ્રધાનની અપીલનું કર્યું પાલન, જનતા કરફ્યુને આપ્યું સમર્થન

સુરત : ઓલપાડ-કીમ ખાતે લોકોએ વડાપ્રધાનની અપીલનું કર્યું પાલન, જનતા કરફ્યુને આપ્યું સમર્થન
X

ભારતમાં કોરાના વાયરસ કાબુમાં રહે તે માટે જનતા કરફ્યુની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે રાજયભરમાં લોકોએ જનતા કરફ્યુને સારું સમર્થન આપતા સુરતના ઓલપાડ અને કીમમાં પણ લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું હતું.

કોરાના મહામારીનો સામનો જ્યારે આખુ વિશ્વ કરી રહ્યું છે, ત્યારે 22 માર્ચ એટલે કે, આજના દિવસે દેશના વડાપ્રધાન દ્વારા દેશવાસીઓને 14 કલાક માટે જનતા કરફ્યુ રાખવાની અપીલ કરી હતી, ત્યારે સમગ્ર ભારતની જનતાએ પણ વડાપ્રધાનની અપીલ ધ્યાનમાં રાખી તેનું પાલન કર્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ અને કીમ ખાતે મોટા ભાગના સમય દરમ્યાન રોડ રસ્તાઓ, ખાણીપીણીના બજારો, શોપિંગ મોલ ધમધમતા હોય છે, ત્યારે આજરોજ સ્થાનિકોએ કોરોના વાયરસની અસરને સમજી જનતા કરફ્યુને સમર્થન આપી વડાપ્રધાનની અપીલનું સ્વયંભૂ પાલન કર્યું હતું.

Next Story