Connect Gujarat
Featured

સુરત : દોઢ વર્ષની પુત્રીને ઘોડીયામાં સુવડાવી માતા ગઇ કપડાં ધોવા, જુઓ બાળકીનું પછી શું થયું

સુરત : દોઢ વર્ષની પુત્રીને ઘોડીયામાં સુવડાવી માતા ગઇ કપડાં ધોવા, જુઓ બાળકીનું પછી શું થયું
X

નાના બાળકોને ઘોડીયામાં સુવડાવી અન્ય કામમાં લાગી જતી મહિલાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સુરતમાં બન્યો છે. પોતાની દોઢ વર્ષીય બાળકીને ઘોડીયામાં સુવડાવી કપડા ધોવા ગયેલી માતાને તેનું કૃત્ય ભારે પડયું છે. ઘોડીયામાંથી પડી જતાં બાળકીનું મોત થતાં પરિવારના માથે આભ તુટી પડયું છે

સુરતના વડોદના ગામ પાસે આવેલી ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા ધર્મેશ સાવડે મજુરી કામ કરે છે જયારે તેમના પત્ની ગૃહિણી છે. તેમની દોઢ વર્ષીય પુત્રી પાયલને સુવા માટે ઘરે દોરી બાંધી તેનો હીચકો બનાવ્યો હતો. જેમાં છેલ્લા એક વર્ષથી પાયલ સુતી હતી. શનિવારે મોડી સાંજે ધર્મેશની પત્ની પાયલને હીચકામાં સુવડાવી કપડા ધોવા જતા રહ્યા હતા.

દરમિયાન જાગી ગયેલી પાયલ હીચકામાંથી કોઈક રીતે નીચે પટકાઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. કપડા ધોઈને પરત ફરેલી માતાને પાયલ બેભાન હાલતમાં હીચકાની નીચેથી મળી આવી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવને લઈને પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગઇ હતી.

Next Story