Connect Gujarat
Featured

સુરત: ઓનલાઇન માસ્કની ખરીદી ભારે પડી, યુવકે 40 લાખથી વધુ ગુમાવ્યા

સુરત: ઓનલાઇન માસ્કની ખરીદી ભારે પડી, યુવકે 40 લાખથી વધુ ગુમાવ્યા
X

ઓનલાઈન માસ્કની ખરીદી ના નામે સુરતના એક યુવકે ૪૮ લાખ ગુમાવ્યા હતા જોકે આ મામલે સાયબર ક્રાઈમ માં ફરિયાદ થતા પોલીસે ઠગાઈ કરનાર આરોપી ધરપકડ કરવામાં આવી છે વિદેશ માંથી સસ્તા ભાવે માસ્ક આપવાની લાલચ આપીને ફરિયાદી ને વિશ્વાસ માં લઈને ઠગીને અંજામ આપવામાં આવ્યો હતો

પૈસા કમાવવા માટે ઢગબાજ ઈસમો અવનવા કસબ અજમાવીને ઠગાઈ ને અંજામ આપતા હોય છે ત્યારે સમી દિવાળી આવી રીતે સુરતનો એક યુવક ભોગ બન્યો હતો જીહા બનાવ એમ હતો કોરોનાકાળ દરમિયાન માસ્ક ની તાકી જરૂરીયાત હોવાથી સુરતના એક યુવક માસ્કની ખરીદી કરતા ભેરવાયો હતો ઓનલાઈન માસ્કનો જથ્થો મંગાવવા માટે ફરીયાદી એ ઓનલાઈન માસ્ક ખરીદી કરી હતી બાદમાં આરોપી ગુરજીતસીગ જગજીટ સિંગ કમ્બોજ એ ફરિયાદીને વિશ્વાસ માં લઈ શરૂઆત માં ૩2 લાખ ૫૦ હજાર થાઈલેન્ડ ની બેંક માં ટ્રાનફર કર્યા હતા એટલું નહી પણ તેમજ બાદમાં આરોપીએ વસ્યુંઅલ મોબાઈલ નંબર ઉપરથી ફરીયાદી ને ફોન કરી દુબઈ ,જબ્રલી પોર્ટ કસ્ટમ ઓફિસર બોલતા હોવાની ખોટી ઓળખાણ આપું કસ્ટમ બ્રોકરેજ લાયસન્સના ચાર્જ પેટે બીજા ૧૫ .૯૦ રકમ લાયસન્સ ચાર્જ પેટે ભરવા જણાવેલ હતો જેથી ફરિયાદી પે ટી એમ મારફતે મોકલ્યા હતા અને બાદમાં પોતે ખરીદી કરેલ માસ્ક પોતાના સુધી પહોચ્યા ન હતા અને ફરિયાદીને જાણ થિયા હતી તેમની સાથે ઠગાઈ થઈ છે બનાવ ને પગલે ફરીયાદી એ સુરત સાયબર ક્રાઈમ માં ફરિયાદ કરી હતી જેથી સાયબર ક્રાઈમ એ ઓનલાઈન માસ્ક ના નામે ઠગાઈ કરનાર આરોપી ગુરજીતસીગ જગજીટ સિંગ કમ્બોજ ધરપકડ કરી હતી

આ પકડાયેલ આરોપી માસ્ક ખરીદી કરવા માટે લોકોને લોભામણી લાલચ આપીને વિશ્વાસ લી લેતો હતો બાદમાં લાખો રૂપિયા પાડવી લઈને ઠગાઈ ને અંજામ આપતો હતો જોકે આ પકડાયેલ આરોપી ઓનલાઈન બોગસ વેબ સાઈટ બનાવીને લોકોને બાનમાં લેતો હતો હાલ તો સાયબર ક્રાઈમે ઢગ બાજ ઇસમની ધરપકડ કરીને અન્ય કોઈ લોકોને સાથે ઠગાઈ કરી છે કે નહિ તે દિશા તપાસ આરંભી છે

Next Story