Connect Gujarat
Featured

સુરત : સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓએ ધો. 12 સામાન્ય પ્રવાહમાં મેળવ્યું “ઝળહળતું પરિણામ”

સુરત : સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓએ ધો. 12 સામાન્ય પ્રવાહમાં મેળવ્યું “ઝળહળતું પરિણામ”
X

આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, ત્યારે ઉધના છત્રપતિ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી અને નાગસેન નગરમાં રહેતી રાજકુમારી લાંડગેએ 140 વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ ક્રમ મેળવ્યો છે. રાજકુમારીના પિતા હાથ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી રાજકુમારીના ભાઈ-બહેન વધુ ભણતર કરી શક્યા નહી. પરંતુ રાજકુમારીએ આર્થિક સ્થિતિ ધ્યાનમાં રાખી વધુ અભ્યાસ કર્યો. ઉધના DGC ક્લાસીસના સંચાલક વિશ્વનાથ જગતાપના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરી 98.81 PR સાથે A2 ગ્રેડ મેળવી પરિવાર સહિત શાળા, ક્લાસીસનું નામ રોશન કર્યું છે. રાજકુમારી આગળ વધુ મહેનત કરીને યુપીએસસીની પરીક્ષા આપવા માંગે છે. જેથી પરિવાર અને સમાજને મદદરૂપ થઈ દેશની સેવા કરી શકે.

ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શૈલેષ વિનોદ પાટીલે પણ 98.86 PR સાથે A2 ગ્રેડ મેળવી શ્રી છત્રપતિ શિવાજી મરાઠી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 12 કોમર્સમાં ચોથા ક્રમાંક મેળવ્યો છે. શૈલેષના પિતા લારી પર ખમણનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બદલ DGC ક્લાસીસના સંચાલક વિશ્વનાથ જગતાપ તેમજ પરિવાર દ્વારા સૌ વિધાર્થીઓને અભિનંદન સહિત પારિતોષિક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Next Story