Connect Gujarat
ગુજરાત

સુરતઃ પાન સેન્ટરમાં લુખ્ખા તત્વોનો આતંક, CCTV આવ્યા સામે

સુરતઃ પાન સેન્ટરમાં લુખ્ખા તત્વોનો આતંક, CCTV આવ્યા સામે
X

માત્ર 10 રૂપિયાની સિગરેટ માટે મારક હથિયારો બતાવી દુકાનદારને ધમકાવ્યો

સુરતના અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગેલક્ષી પાન સેન્ટર પર બે લુખ્ખા તત્વો દ્વારા 10 રૂપિયાની સિગરેટ માટે દુકાનદારને મારક હથિયાર બતાવી હલ્લો મચાવ્યો હતો. આ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેમાં લુખ્ખા તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. હાલમાં મોબાઈલ સ્નેચિંગ, ચેઈન સ્નેચિંગ જેવા બનાવો બનતા જાણે લુખ્ખા તત્વોને મોકળુ મેદાન મળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આવા લુખ્ખા તત્વો જાણે પોલીસની પરવ કર્યા વિના ગુના આચરી રહ્યા છે. અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગેલક્ષી પાન સેન્ટર નામની દુકાનમાં આવોજ એક કિસ્સો બન્યો હતો. વિડિયોમાં દેખાતા બે લુખ્ખા તત્વો દ્વારા દુકાનમાં ઘુસી જઈ દુકાનદારને સિગરેટ માંગણી કરી હતી. દુકાન માલિક દ્વારા રૂપિયાની માંગણી કરતા તેને મારક હથિયાર બતાવી સિગરેટની માંગણી કરી હતી.

વીઆઈપી સર્કલ નજીક આવા લુખ્ખા તત્વોનો અડ્ડો હોવાનું પણ સ્થાનિક સુત્રો માંથી જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આવા લુખ્ખા તત્વો ઝડપી પાડે તેમ સ્થાનિક દુકાનદારો માંગ કરી રહ્યા છે. આવા તત્વોને કારણે વીઆઈપી સર્કલ નજીકના દુકાન માલિકો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા છે. આવા તત્વો દ્વારા ગેલક્ષી પાન સેન્ટરમાં મચાવેલ ધમાલનો વિડિયો સોશિયલ મિડિયમાં વાયરલ થતા લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ જ વિસ્તારનાં પીએસઆઈ પર કેટલાક ગુંડા તત્વો દ્વારા જીવલેણ હુમલો થવાનો બનાવ બન્યો હતો.

Next Story