પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગસેન નગરનાં મકાનમાં આગ લાગતા થઈ દોડધામ

સુરતના પાંડેસરા વિસ્તરમાં આવેલા નાગસેન નગરના એક બંધ મકાનમાં અચાનક આગ લાગી જતાં મકનામાં રહેલી ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.

સુરતના પાંડેસરા નાગસેન નગરમાં ભાડાના મકાનમાં રહેતા અશોકભાઈ સમ્રાટ સોનવનેના મકનામાં અચાનક શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર ફાયટરો આવે તે પહેલાં જ ઘરમાં રહેલા ટીવી,પંખા, કપડાં,પલંગ સહિતની અનેક ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે સદનશીબે આગની ઘટમાં કોઈ જાનહાની નોંધાઈ નહોતી.

LEAVE A REPLY