Connect Gujarat
ગુજરાત

સુરત : પાંડેસરા નજીક સિટી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, જાનહાનિ ટળી

સુરત : પાંડેસરા નજીક સિટી બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, જાનહાનિ ટળી
X

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સિટી બસના ચાલકે બસના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી બસને રેલીંગ સાથે ભટકાવી દેતા બસને ભારે નુકશાન પહોચ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વરનગર નજીક એક સિટી બસના ચાલકે એકાએક બસના સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, ત્યારે બસનો ગૂમાવતા એક સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમક સિટી બસ સીધી રોડ પર આવેલ રેલિંગ સાથે ધાડાકાભેર ભટકાઈ હતી.

પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વરનગર નજીક ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. જોકે સિટી બસમાં કોઈ મુસાફર સવાર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ સિટી બસને ભારે નુકશાન પહોચ્યું હતું.

Next Story