સુરત : પાંડેસરા જીઆઇડીસીમાં ફેકટરીમાં રાત્રિના આગ, બે ફાયર માર્સલ ઇજાગ્રસ્ત

0

સુરતમાં પાંડેસરા GIDCની પ્રેરણાં મીલ નામની ડાઈંગ મિલમાં રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી.

સુરત પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ પ્રેરણા ડાઇંગ મિલમાં રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા 19 કરતાં વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી 5 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ત્રીજા માળ પર ગ્રે કાપડના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ વધુ પસરતા ફાયર વિભાગની 19 ગાડીઓએ આગ પર કાબૂ મેળવો હતો આગની ઘટનામાં બે ફાયરના માર્સલને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here