Connect Gujarat
ગુજરાત

સુરત: પાંડેસરામાં મહિલા પર થયો એસિડ અટેકનો પ્રયાસ

સુરત: પાંડેસરામાં મહિલા પર થયો એસિડ અટેકનો પ્રયાસ
X

સુરત પાંડેસરા ભેસ્તાન ગોલ્ડન આવાસમાં મહિલાને માર મારી એસિડ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ત્રણ યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાંડેસરા પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે, ભેસ્તાન ખાતે આવેલા ગોલ્ડન આવાસમાં રહેતી મહિલાના ઘરે ત્રણ યુવકો નસીમ રસીદ શૈખ, જાવીદ રસીદ શૈખ અને નસરીન રસીદ શૈખ ઘૂસી આવ્યા હતા. ત્યારબાદ ગાળા ગાળી કરી ઢીક મુક્કીનો માર માર્યો હતો. ત્યારબાદ નસીમે હાથમાં રહેલી પ્લાસ્ટિકની એસિડની બોટલ મહિલા પર ફેંકી હતી. જોકે, મહિલાએ સતર્કતા વાપરી બોટલ પકડી લીધી હતી. ત્યારબાદ યુવકોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. હાલ તો પોલીસ મહિલાની ફરિયાદ નોંધી યુવકોને પકડી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

Next Story