Connect Gujarat
ગુજરાત

સુરત : જાણો, નોટના બંડલ વચ્ચે કાગળની થપ્પી મૂકી કેવી રીતે લોકોને છેતરે છે “ગડ્ડી ગેંગ”

સુરત : જાણો, નોટના બંડલ વચ્ચે કાગળની થપ્પી મૂકી કેવી રીતે લોકોને છેતરે છે “ગડ્ડી ગેંગ”
X

સુરત શહેરના પાંડેસરા પોલીસે નોટના બંડલ વચ્ચે કાગળની થપ્પી મૂકી છેતરપિંડી કરતી ગડ્ડી ગેંગના 3 યુવકો સહીત 1 નાબાલિકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ રોકડ રકમ સહીત સફેદ નોટનું બંડલ મળી કુલ 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરતના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં પૈસા જમા કરાવવા આવેલા યુવાનને લૂંટી લેનારી ગડ્ડી ગેંગને પાંડેસરા પોલીસે ભેસ્તાન નજીકથી ઝડપી પાડી છે. પાંડેસરાના ગણેશ નગરમાં રહેતો અનુજ રાજપુત બેંક ઓફ બરોડામાં રૂપિયા 25,000 હજાર જમા કરાવવા ગયો હતો. ત્યાં 4 લુટારુઓએ ચપ્પુની અણીએ અનુજને લૂંટી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવની જાણ પાંડેસરા પોલીસને તથા પોલીસે ગુનો નોંધી લુટારુઓની શોધખોળ શરૂ કરી હતી.

પાંડેસરા પોલીસને મળેલ બાતમી અનુસાર, ભેસ્તાન ત્રણ રસ્તા પાસે લૂંટારું અન્ય કોઈ શિકારની શોધમાં ફરી રહ્યા છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી દિપક પાંડે, કમલેશ ઉર્ફે રાજ શાહ, સત્યનારાયણ તિવારી, ઉમાશંકર ઉર્ફે મનોજ બંસીલાલ સહિત એક કિશોરને પકડી પાડ્યો હતો. ગડ્ડી ગેંગનો મુખ્ય સાગરીત કમલેશ ઉર્ફે રાજ શાહ અગાઉ વર્ષ 2011માં લીંબયાતમાં હત્યાના ગુનામાં પકડાઈ ચુક્યો છે. જ્યારે રાજુએ આખી ટોળકીનું સંચાલન કર્યું હતું. આ ટોળકીએ સુરત શહેરની 20 બેંકો ઉપરાંત વાપી, ઉમરગામ, સેલવાસ, દમણ અને મહારાષ્ટ્રના મુંબઇ, નાસિક તથા દિલ્હીની બેંકોમાં પણ ખાતાધારકોને નોટોની ગડ્ડી બતાવી ઠગ્યા હોવાની પણ કબૂલાત કરી હતી. પાંડેસરા પોલીસે પોલીસે આરોપીઓની ધરપકડ કરી મોબાઈલ રોકડ રકમ સહીત સફેદ નોટનું બંડલ મળી કુલ 1.87 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Next Story