સુરત : પાંડેસરામાં ઘરના આંગણે રમતી 6 વર્ષીય બાળકી થઈ અચાનક ગુમ, જુઓ પછી શું થયું..!

0

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી અચાનક 6 વર્ષની બાળકી ગુમ થઈ જતાં તેના માતા-પિતાએ બાળકીની શોધખોળ કરી હતી. પરંતુ બાળકીનો કોઈ પત્તો ન લાગતાં પરિવારે પાંડેસરા પોલીસનો સંપર્ક કર્યો હતો, ત્યારે ગણતરીના કલાકોમાં બાળકી મળી આવતા પરિવારજનો સહિત પોલીસે રાહતનો શ્વાશ લીધો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી-2માંથી એક 6 વર્ષીય બાળકી ઘરના આંગણે રમતા રમતા અચાનક ગુમ થઈ ગઈ હતી. સમગ્ર મામલે માતા-પિતાએ આસપાસના વિસ્તાર તેમજ સગા-સંબંધીઓને ત્યાં બાળકીની શોધખોળ કરી હતી. પરંતુ બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી બાળકીના માતા-પિતાએ પાંડેસરા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી બાળકીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ સ્થાનિક પબ્લિક દ્વારા બાળકીને જોતા જ પોલીસનો સંપર્ક કર્યો હતો. જોકે ગણતરીના કલાકોમાં જ બાળકી મળી આવતા હેબતાઈ ગયેલા પરિવારજનો સહિત આસપાસના લોકો અને પોલીસે રાહતનો શ્વાશ લીધો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here