Connect Gujarat
Featured

સુરત : બાળકીને ઝાડા ઊલટી થતાં ભૂવા પાસે લઈ જવાય, પછી શું થયું જુઓ

સુરત : બાળકીને ઝાડા ઊલટી થતાં ભૂવા પાસે લઈ જવાય, પછી શું થયું જુઓ
X

સુરત પાંડેસરા વિસ્તારમાં ૧૨ વર્ષીય વિદ્યાર્થીનીનું ઝાડા ઉલટી થયા બાદ મોત નિપજ્યું છે. પરિવારના લોકો નજીકમાં જ ભૂવા પાસે વિદ્યાર્થીને સારવાર અર્થે લઇ ગયા બાદ તેનું મોત નીપજયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.

સુરત શહેરના પાંડેસરા વડોદ ગામમાં એક વિદ્યાર્થિનીનું ઝાડાં-ઉલટી બાદ મોત નીપજ્યું હતું. મૃતક સોનાલી છેલ્લા બે વર્ષથી ફુવા પાસે સુરત રહેતી હતી. શુક્રવારની રાત્રે 8 વાર ઝાડા-ઉલટી થયા બાદ ફુવા ઘર નજીકના ભુવા પાસે પીંછી મરાવી ઘરે લઈ આવતા સોનાલીની તબિયત બગડી હતી. 108માં સિવિલ લવાયેલી સોનાલીને મૃત જાહેર કરાતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સોનાલી બિહારના જહાના બાદ નેમારી ગામની રહેવાસી હતી. તેને બે ભાઈ અને માતા-પિતા વતનમાં મજૂરી કરી રોટલો રળી ખાય છે.

બાળકીના ફુવાએ જણાવ્યુ હતું કે સવારે 5 વાગ્યા સુધી ઉલટી અને ઝાડાં કરતા સવારે ઘર નજીકના ભુવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભુવાએ નસના ધબકારા ચેક કરી પાણી પીવડાવી અને પીંછી મારી ઘરે મોકલી આપી હતી. ઘરે આવ્યા બાદ સોનાલીની તબિયત વધુ બગડતા 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં સોનાલીને મૃત જાહેર કરાઈ હતી.હાલ પોલીસે બાળકીના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

Next Story