Connect Gujarat
Featured

સુરત : પાંડેસરા BRTS રૂટમાં વોલ્વો બસની અડફેટે બાળકનું મોત, લોકોના ટોળા ભેગા થતાં તણાવગ્રસ્ત માહોલ

સુરત : પાંડેસરા BRTS રૂટમાં વોલ્વો બસની અડફેટે બાળકનું મોત, લોકોના ટોળા ભેગા થતાં તણાવગ્રસ્ત માહોલ
X

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં BRTS રૂટમાં એક GSRTCની વોલ્વો બસે બાળકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રેમનગર દરગાહ નજીક આવેલા BRTS રૂટમાં GSRTCની વોલ્વો બસની અડફેટમાં આવી જતાં 9 વર્ષીય રાહુલ રાજપૂત નામના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થતાં એક સમયે માહોલ તણાવગ્રસ્ત થયો હતો. જેમાં GSRTCની બસના ચાલક સામે સ્થાનિક લોકોએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો વોલ્વો બસનો ડ્રાઈવર પોલીસ મથકે જાતે હાજર થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Next Story